________________
પણ ઉપરનો જ હોય કારણ કે જ્ઞાનગર્ભિત નથી. વળી કહે છે કે પદ્માસન એવું દઢ લગાવ્યું કે ચળે નહીં.
મનપીને નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ સૌ હિ તપે,
ઉરસેહિ ઉદાસી લહી સબપે. ૨ મનની વૃત્તિઓનો વિરોધ કરી, સ્થિરતા કરી તથા પવન એટલે શ્વાસોચ્છવાસ, તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગનાં આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, ને સમાધિ છે. એ બધાં મિશ્રાદષ્ટિ પણ કરે છે. પરંતુ સૂક્ષ્મબોધ- આત્મજ્ઞાન ન હોવાથી ફળદાયી થતાં નથી.
મન અને પ્રાણને રોકીને આત્માનો વિચાર કર્યો. સ્વબોધ– પોતે કોણ છે? પોતાનું સ્વરૂપ શું છે? તે જાણવા ધ્યાન વગેરે પણ કર્યા. એમ જીવે સ્વરૂપનો વિચાર અનેક વાર કર્યો, પરંતુ તેમાં ભૂલ જ આવી. આત્માને જેવો ચિંતવે તેવો જણાય. “આત્મસ્વરૂપનો