________________
ગાસ
(૩૪) જે (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને મત્સર) એ છ
અંતરંગ શત્રુઓને પરિહાર–નાશ કરવામાં તત્પર હોય, (૩૫) જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, તે માણસ ગૃહસ્થ
ધર્મનું પાલન કરવા યોગ્ય થાય છે.
દ્વિતીય પ્રકાશ ગૃહસ્થનાં બાર વ્રતોને નિર્દેશ
सम्यक्त्वमूलानि पश्चाणुव्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि व्रतानि गृहमेधिनाम् ॥१॥
પાંચ અણુવ્રતે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ શ્રાવકેનાં (બાર) વ્રત છે તે બધાં) સમ્યક્ત્વમૂલક છે.
સમ્યક્ત્વ મિથ્યાત્વનું વ્યાવહારિક લક્ષણ या देवे देवताबुद्धिंगुरौ च गुरुतामतिः।
धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥२॥ अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या।
अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात् ॥३॥
દેવ, ગુરુ અને ધર્મને વિષે દેવત્વ, ગુરુત્વ અને ધર્મત્વની જે શુદ્ધ બુદ્ધિ, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. (૨)
દેવ ન હોય તેમાં દેવત્વબુદ્ધિ, ગુરુ ન હોય તેમાં ગુરુત્વબુદ્ધિ અને અધમમાં ધર્મસ્વબુદ્ધિ એ મિથ્યાત્વ છે. કારણ કે તે સમ્યક્ત્વથી વિપરીત છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org