________________
તૃતીય પ્રકાશ
૭૫ (૪) ક્ષેત્રવાસ્તુસંખ્યાતિક્રમ–ખેડવા લાયક જમીન અને
રહેવા લાયક વાસ્તુ-ઘર એ બેયનું પ્રમાણ નક્કી
કર્યા પછી તેમનું ઉલ્લંઘન કરવું તે. (૫) હિરણ્યહેમસંખ્યાતિક્રમ—ઘડેલ કે નહિ ઘડેલ ચાંદી
સોનાના પ્રમાણની જે મર્યાદા કરી હોય તેને
ઉલંઘવી તે. (૯૪) बन्धनाद् भावतो गर्भाधोजनादानतस्तथा । प्रतिपन्नव्रतस्यैष पञ्चधाऽपि न युज्यते ॥१५॥
વ્રતધારી ગૃહસ્થ નીચેના પાંચ પ્રકારે થતું મર્યાદાનું ઉલ્લંઘન કરવું વાજબી નથી– (૧) બંધનથી–ધનધાન્યની મર્યાદા કર્યા પછી જ્યારે
બીજે કોઈ ધનધાન્ય દેવા આવ્યું હોય ત્યારે તેને એવું કહે કે હું અમુક વખત પછી લઈશ, અથવા મારું અમુક ધનધાન્ય વેચાયા પછી લઈશ, અથવા લઈને ઘરમાં જુદું બાંધી રાખે તે
તેમ કર્યો પ્રમાણનું ઉલ્લંઘન કર્યું કહેવાય. (૨) ભાવથી–ઘરવખરીની સંખ્યાનું પ્રમાણુ બરાબર થઈ
ગયા પછી વાસણ, ગાદલાંગોદડાં, ખાટલા પાટલા કે એવું જ બીજું કાંઈ નવું આવ્યું હોય તે બબે ચીજો ભેગી કરીને સંખ્યાનું પ્રમાણ ન ઉલંઘવા દે તે તે ભાવથી સંખ્યાનું ઉલ્લંઘન
કર્યું કહેવાય. (૩) ગર્ભથી–ગાય-ભેંસેનું પ્રમાણ કર્યા પછી વર્ષ દર
મ્યાન ગર્ભ ધારણ કરવાને કારણે સંખ્યા વધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org