________________
ચતુર્થ પ્રકાશ
૧૧૧ જન્મમાં ભેગાં કરેલાં કર્મો પણ એકલે જ ભોગવે છે. (૬૮)
अन्यैस्तेनार्जितं वित्तं भूयः संभूय भुज्यते । स त्वेको नरकक्रोडे क्लिश्यते निजकर्मभिः ॥६९।।
તેણે ભેગે કરેલ પૈસે બીજા લેકે જ ભેગા મળીને વારંવાર ભેગવે છે; પરંતુ નરકમાં નિજ કર્મોનાં ફળે તે તે એકલે જ ભગવે છે. (૬૯)
અન્યત્વભાવના यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥७॥
અસમાનતાને કારણે જ્યાં આત્માથી શરીરની જુદાઈ જણાય છે, ત્યાં ધન, બંધુ અને સહાયકો આત્માથી જુદાં છે એવું કથન કરવું અને સમજવું) અઘરું નથી. (૭૦)
यो देहधनबन्धुभ्यो भिन्नमात्मानमीक्षते । क्व शोकशङ्कना तस्य हन्तातङ्कः प्रतन्यते ॥७१॥
જે પ્રાણ (પિતાનાં) શરીર, ધન, બંધુ વગેરેથી પિતાને ભિન્ન રૂપે જુએ છે—જાણે છે, તે માણસને શેકબાણ ક્યાંથી દુઃખ દેવાનાં? (૭૧)
અશુચિસ્વભાવના રસામ્રાંસમેડિસ્થિમજ્ઞાશુન્નવસાણા अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः ॥७२॥
(આ) શરીર રસ, લેહી, માંસ, મેદ, હાડકું, મજા, વીર્ય, આંતરડાં, વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ છે, તેથી તેની પવિત્રતા કેવી રીતે કહેવાય? (૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org