________________
પરિશિષ્ટ-૧
૧૪૯
બિમાર છે, તમને એલાવે છે.’ સુદઈન તરત જ પુરોહિતને ઘેર ગયા. અંદર આવતાં જ કપિલાએ ચતુરાઈથી ખારણાં બંધ કર્યાં, અને પોતાની ઇચ્છા પ્રગટ કરી. પરંતુ ચતુર સુદર્શને પોતાની ભૂલ ઉપર અક્સેાસ કરવાને અવસર નહિ દેખતાં તરત જ જવાબ આપ્યા કે હું તે નપુ ંસક છું! કપિલા ઝંખવાઈ ગઈ અને સુદર્શનને જવા દીધા. એવા જ પ્રસંગ રાજરાણી અભયા સાથે પણ પડયો. હકીકત એવી છે કે એક વખત કપિલા તથા અભયા રાણી બગીચામાં ફરતાં હતાં. તેમણે સુદનની સ્ત્રી મનેારમાને પેાતાના છ પુત્રા સાથે જોઈ. કપિલા તરત મેાલી ઊઠી કે સુદન તે નપુંસક છે, આ તેના પુત્રા કેમ હાઈ શકે? રાણીએ પૂછતાં કપિલાએ બધી વાત કહી સંભળાવી. રાણીએ કહ્યું : તને મૂખીને તે છેતરી ગયા. ત્યારે કપિલાએ જવાબ આપ્યા કે હવે તમે એને ફસાવા, જોઉં તા ખરી, કેવાંક કુશળ છે ? રાણીએ તેમ કરવાનું માથે લીધું. રાણીએ સુદર્શનની રહેણીકરણીની ઝીણી-માટી ખધી વિગત જાણી લીધી. અને એમ નક્કી કરવામાં આવ્યું કે સુદૅશન જ્યારે ધ્યાનમાં એઠા હાય ત્યારે તેને અહીં ઉઠાવી લાવવે. એક અનુકૂલ રાત્રિએ તેમ કરવામાં આવ્યું. સુદર્શનને ધ્યાનમાંથી ચલાયમાન કરવા રાણીએ પેાતાની સર્વ શક્તિ અજમાવી, પણ ધ્યાનમાં દૃઢતર બનતા જતા સુદર્શન આગળ તે એળે જતી દેખાઈ. છેવટે રાણીએ પરપુરુષથી બચવા મથતી સ્ત્રીની માફક પેાતાનાં કપડાં અવ્યવસ્થિત કરી નાખ્યાં, શરીર ઉપર ઉઝરડા કર્યાં, અને · મચાવેા ખચાવે ’એમ રાડા પાડવા લાગી. તરત જ માણસે ઢાડી આવ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org