Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 197
________________ ૧૫૬ યોગશાસ શાલી નામના ગામમાં આવી વસી હતી. સ્ત્રી બીજાનાં કામ કરતી અને પુત્ર ગામનાં વાછરડાને ચારતે. એ પુત્રનું નામ સંગમ હતું. એકદા તહેવારને દિવસે સંગમને ખીર ખાવાનું મન થયું અને તેણે માતા પાસે માગણી કરી. ગરીબ હોવાથી પોતાની લાચારીને કારણે માતા રડી પડી. પાડોશીઓને ખબર પડતાં તેમણે ખીરની સામગ્રી પૂરી પાડી. માતાએ સંગમને ખીર બનાવી આપી. સંગમ ખીર ખાવા બેઠા હતા તેવામાં એક તપસ્વી મુનિ ભિક્ષા માટે ત્યાં આવી ચડ્યા. સંગમે ખીર લેવા સાધુને હર્ષગદ્દગદ કંઠે વિનંતિ કરી અને ખૂબ પ્રેમપૂર્વક વહેરાવી. ત્યારબાદ સંગમે ખીર ખાધી, પણ વધારે ખાઈ લેવાને કારણે તેનું પેટ ભારે થઈ ગયું અને તીવ્ર અજીર્ણ થઈ જવાથી તે રાત્રે જ તે મરણ પામ્યું. પરંતુ મુનિદાનથી થયેલ પોતાની પ્રસન્નતાએ તેને દુઃખ સાલવા ન દીધું. મરીને તેણે શ્રેણિક રાજાની રાજધાની રાજગૃહીમાં રહેતા ગોભદ્ર નામના અતિ ધનાઢય શેઠને ત્યાં તેમની ભદ્રા નામની સ્ત્રીની કૂખે જન્મ લીધો. તેનું નામ શાલિભદ્ર રાખ્યું. ગોભદ્ર શેઠની સંપત્તિ અઢળક હતી. તેમણે શાલિભદ્રને બત્રીશ સ્ત્રીઓ પરણાવી હતી. ભદ્રા માતા ઘરને બધે કારભાર ચલાવતી હતી. એમણે પુત્રને એટલે બધા વિભવમાં રાખ્યું હતું કે તેને એ પણ ખબર ન હતી કે “હું કઈ રાજાને પ્રજાજન છું, મારે માથે કઈ ઘણું છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે મારે માથે કેઈ ધણી છે ત્યારે તેને પિતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216