________________
૧પ૭
પરિશિષ્ટ-૧ કર્મો પર અફસેસ થયે અને છેવટે એક જ્ઞાની સાધુની સલાહથી એણે દીક્ષા અંગીકાર કરી. એમ કહેવાય છે કે શાલિભદ્ર મરીને સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાંથી મનુષ્ય તરીકે જન્મ લઈને મોક્ષે જશે.
આ પ્રમાણે મુનિદાનના પ્રભાવથી તે અતુલ સંપત્તિને સ્વામી થયે, એટલું જ નહિ પણ મોક્ષલક્ષ્મીરૂપ શાશ્વતી સંપત્તિને પણ તે સ્વામી થશે. સ્થૂલભદ્ર–૩–૧૩૬
પાટલીપુત્રાધિપતિ નંદના સમયની આ વાત છે. નંદને શકટાલ નામના મહામાત્ય હતા. તેમને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્ર હતા. નાનો ભાઈ શ્રીયક નંદરાજાના અંગરક્ષક તરીકે કામ કરતે, જ્યારે માટે ભાઈ સ્થૂલભદ્ર, જે ઘણે બુદ્ધિશાળી હતો તે, કેશા નામની વેશ્યાના પ્રેમમાં પડ્યો હતો, તેથી તે ત્યાં જ પડ્યોપાથર્યો રહેતું હતું. કેશાને ત્યાં લગભગ બારેક વર્ષો વીત્યાં હશે તેવામાં શકટાલ અમાત્યનું અવસાન થયું. તેમની પછી રાજા નંદે મોટા પુત્ર સ્થૂલભદ્રને અમાત્યપદ સ્વીકારવાને આગ્રહ કર્યો. વિષયના કીડા સ્કૂલભદ્રને એ રુચ્યું નહિ. તરત તેને થયું કે જે રાજાની સેવા સ્વીકારીશ તે સ્વતંત્ર વિતરણ અને ભોપભેગને સદંતર ત્યાગ કરવો પડશે, અને જે ત્યાગ કરે જ પડે તે રાજસેવાને બદલે આત્મસેવા શા માટે ન સ્વીકારવી ? આમ વિચારમાં ઊતરી જતાં રાજાને બીજે દિવસે જવાબ આપવાનું જણાવ્યું. બીજે દિવસે તે તેઓ સર્વ સંબંધોને છેદીને
આત્મસાધના માટે અણગાર બનીને રાજા સમક્ષ કઈ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org