________________
યોગશાસ
નીચે પગ ટેકવીને સિંહાસન ઉપર બેઠેલ માણસનું સિંહાસન લઈ લેવાયા છતાં પણ સિંહાસન ઉપર બેઠેલ હોય એવી રીતે અધ્ધર રહેવું તેને કેટલાક વિરાસન કહે “ છે. (૧૨૮)
जङ्घाया मध्यभागे तु संश्लेषो यत्र जया । पद्मासनमिति प्रोक्तं तदासनविचक्षणः ॥१२९।।
જે આસનમાં એક જાંઘના મધ્ય ભાગમાં બીજી જાંઘને મેળાપ થાય, તેને આસનપ્રવીણ પુરુષે પદ્માસન કહે છે. (૧૨૯)
संपुटीकृत्य मुष्काग्रे तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्याद्यत्र भद्रासनं तु तत् ॥१३०॥
જે આસનમાં પગનાં બે તળિયાં વૃષણ આગળ એકઠાં કરી તેમના ઉપર હાથને આંકડા બીડી મૂકવામાં આવે તે ભદ્રાસન સમજવું. (૧૩૦) श्लिष्टाङ्गली श्लिष्टगुल्फो भूश्लिष्टोरू प्रसारयेत् । यत्रोपविश्य पादौ तद्दण्डासनमुदीरितम् ॥१३१॥
જે આસનમાં નીચે બેસીને આંગળીઓ તથા ઘૂંટણ જોડેલાં રાખી અને જાંઘે જમીન સાથે જોડાયેલી રાખી પગ લાંબા કરવાના હોય છે તેને દંડાસન કહે છે. (૧૩૧)
पुतपाष्णिसमायोगे प्राहुरुक्कटिकासनम् । पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदोहिकासनम् ॥१३२॥
જેમાં (જમીન ઉપર રહેલી) પાની સાથે કુલાનું જોડાણ થાય તેને ઉત્કટિકાસન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org