SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ નીચે પગ ટેકવીને સિંહાસન ઉપર બેઠેલ માણસનું સિંહાસન લઈ લેવાયા છતાં પણ સિંહાસન ઉપર બેઠેલ હોય એવી રીતે અધ્ધર રહેવું તેને કેટલાક વિરાસન કહે “ છે. (૧૨૮) जङ्घाया मध्यभागे तु संश्लेषो यत्र जया । पद्मासनमिति प्रोक्तं तदासनविचक्षणः ॥१२९।। જે આસનમાં એક જાંઘના મધ્ય ભાગમાં બીજી જાંઘને મેળાપ થાય, તેને આસનપ્રવીણ પુરુષે પદ્માસન કહે છે. (૧૨૯) संपुटीकृत्य मुष्काग्रे तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्याद्यत्र भद्रासनं तु तत् ॥१३०॥ જે આસનમાં પગનાં બે તળિયાં વૃષણ આગળ એકઠાં કરી તેમના ઉપર હાથને આંકડા બીડી મૂકવામાં આવે તે ભદ્રાસન સમજવું. (૧૩૦) श्लिष्टाङ्गली श्लिष्टगुल्फो भूश्लिष्टोरू प्रसारयेत् । यत्रोपविश्य पादौ तद्दण्डासनमुदीरितम् ॥१३१॥ જે આસનમાં નીચે બેસીને આંગળીઓ તથા ઘૂંટણ જોડેલાં રાખી અને જાંઘે જમીન સાથે જોડાયેલી રાખી પગ લાંબા કરવાના હોય છે તેને દંડાસન કહે છે. (૧૩૧) पुतपाष्णिसमायोगे प्राहुरुक्कटिकासनम् । पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदोहिकासनम् ॥१३२॥ જેમાં (જમીન ઉપર રહેલી) પાની સાથે કુલાનું જોડાણ થાય તેને ઉત્કટિકાસન કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy