________________
ચતુર્થ પ્રકાશ
૧૭ અને જ્યારે પાનીને જમીન ઉપરથી લઈ લેવામાં આવે ત્યારે તે દેહિકાસન બને. (૧૩૨)
प्रलम्बितभुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा । स्थानं कायानपेक्षं यत्कायोत्सर्गःस कीर्तितः ॥१३३॥
બન્ને ભુજાઓને નીચે લટકતી રાખી ઊભેલ અથવા બેઠેલ માણસની કાયાની અપેક્ષા વિનાની જે સ્થિતિ તેને કાયેત્સર્ગ કહેલ છે. (૧૩૩)
जायते येन येनेह विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥१३४॥
અહીં વર્ણવેલામાંનાં જે જે આસન દ્વારા મન સ્થિર થાય તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણવું. (૧૩૪)
सुखासनसमासीनः मुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥१३५॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥१३६॥
સુખકર આસન ઉપર સ્થિર થયેલ, હોઠ બીડી નાકના અગ્ર ભાગ ઉપર બન્ને આંખે સ્થિર રાખનાર, દાંતેને દાંતે સાથે અડવા નહિ દેનાર, પ્રસન્ન વદન, પૂર્વ કે ઉત્તર દિશામાં મિતું રાખનાર (આમ) એગ્ય રીતે બેસનાર અપ્રમાદી ધ્યાનીએ ધ્યાનમાં તત્પર રહેવું. (૧૩૫–૧૩૬)
'
– સંપૂર્ણ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org