________________
૧૪૬
રોગશાસ્ત્ર પાપની કબૂલાત કરાવવા એક યુક્તિ છે. તેણે ચોરને ખૂબ મનપસંદભેજને જમાડી દારૂ પાઈ તેનું ભાન ભુલાવી દીધું, અને એની આસપાસ લલિતાંગ લલનાઓ, ઉત્તમ ગાયક, વસ્ત્રાભૂષણે વગેરે ગોઠવી દઈ સ્વર્ગનો દેખાવ કરી દીધો. સહેજ શુદ્ધિ આવતાં છડીદારે તેને જયનાદ ગાય અને કહ્યું કે આજથી આપ અમારા સ્વામી છે, હવેથી આ અમરલેકના આપ અધિપતિ છે. આજથી આ અપ્સરાઓ આપની આજ્ઞામાં છે. સુખેથી સહેલ કરે, તેમની સાથે વિહરે, એમ કહી તેને અસરાઓ પાસે લઈ જવામાં આવતા હતો, તેવામાં એક દેવદૂત આવ્યું, અને કહ્યું કે અહીંથી આગળ જતાં પહેલાં દરેક જીવને પિતાનાં બધાં સારાં અને નરસાં કામે કહી બતાવવાને નિયમ છે. રૌહિણેય પિતાની મુગ્ધાવસ્થામાં બધું કહી દેવા તૈયાર થયે, પણ અચાનક તેને મહાવીરને પેલે ઉપદેશ યાદ આવી ચડયો, અને તે જાણી ગયે કે આ તો મારાં કાર્યોની કબૂલાત કરાવવાનું કારસ્તાન છે. તેથી તેણે માત્ર પિતાનાં શુભ કાર્યો જ કહી સંભળાવ્યાં. આમ ઉપદેશના ઉપગથી તેણે અભયકુમાર જેવા મહાબુદ્ધિશાળી માણસને હંફાળે, એટલું જ નહિ પણ પિતાને થનાર સજામાંથી એ બચે. સાથે સાથે તેના મનમાં એવો વિચાર આવ્યો કે થોડા વખત સુધી જ પરાણે પાન કરેલા જેમના વચનમાત્ર મને ઉગારી લીધે, તેમના વચન-વારિધિનું પાન કરવા સદૈવ સ્વેચ્છાએ તેમનું શરણ લઉં તે મને કેટલો બધો લાભ થશે ? આમ તેણે પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org