________________
૧૦૬
ગશાસ
આંધળા માણસથી દોરવાયેલે માણસ જેમ ખાડામાં પડે છે, તેમ રાસાદિ અંધકારથી નાશ પામેલ સદ્જ્ઞાનવાળા મન દ્વારા માણસ નરકરૂપી (ઊંડા) ખાડામાં પડે છે. (૪૮)
સમત્વપ્રાપ્તિ ગતનૅરતઃ પુમિનિર્વાણપક્ષમા વિધાતઃ સમાન દ્વિપનાઃ ૪૧
માટે મોક્ષપદ પામવાની ઈચ્છાવાળા જાગ્રત પુરુષોએ સમભાવ દ્વારા રાગદ્વેષરૂપી દુશ્મન ઉપર વિજય મેળવવો જોઈએ.
अमन्दानन्दजनने साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः ॥५०॥
સમતારૂપી અતિ આનંદજનક પાણીમાં ડૂબકી મારનાર માણસના રાગદ્વેષરૂપી મેલને તક્ષણ ક્ષય થાય છે. (૫૦)
प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् ।। यन्न हन्यानरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥५१।।
માણસ જે કર્મને કોટી જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ ન હણી શકે, તે કર્મને તે સમભાવને આશ્રય લઈને એક અર્ધા ક્ષણમાં હણે છે. (૫૧)
कर्म जीवं च संश्लिष्टं परिज्ञातात्मनिश्चयः । विभिन्नीकुरुते साधुः सामायिकशलाकया ॥५२॥
જેણે આત્મસ્વરૂપને ફરીફરીને નિર્ણય કર્યો છે તે, સામાયિકરૂપી સળી દ્વારા, પરસ્પર જોડાયેલ જીવ તથા કમને જુદાં કરે છે. (૫૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org