________________
• (119)
તૃતીય પ્રકાશ
અને કેમ લેવું વા ન લેવું વગેરેનું સ્મરણ ન રહેવું તે. (૧૧૭) અતિથિસંવિભાગવતના અતિચારે सचित्तक्षेपणं तेन पिधानं काललङ्गनम । मत्सरोऽन्यापदेशश्च तुर्यशिक्षात्रते स्मृताः ॥११८॥
“અતિથિસંવિભાગ” નામના ચોથા શિક્ષાવ્રતના અતિચારે આ પ્રમાણે કહેવાયા છે– (૧) સચિત્તક્ષેપણુ–સાધુને નહિ દેવાની બુદ્ધિએ દેવાયેગ્ય
ખાનપાનની વસ્તુને કેઈસચેતન વસ્તુમાં મૂકવીતે. (૨) સચિત્તપિધાન–તેવી જ બુદ્ધિથી દેવાયેગ્ય વસ્તુને
સચેતન વસ્તુથી ઢાંકવી તે. (૩) કાલલંઘન–સાધુને કાંઈ આપવું ન પડે એ આશયથી
ભિક્ષાનો સમય વીત્યે કે ભિક્ષા સમય પહેલાં જ
ખાઈ-પી લેવું તે. (૪) મત્સર–દાન કરવા છતાં આદર ન રાખવે અગર
બીજાના દાનગુણની અદેખાઈ કરવા પ્રેરાવું તે. (૫) અન્યાપદેશ–સાધુને અમુક વસ્તુ નહિ દેવાની બુદ્ધિ
એ તે બીજાની છે એમ કહેવું તે. (૧૧૮)
મહાશ્રાવકની દિનચર્યા एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् । - दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥११९॥
ઉપર પ્રમાણેનાં બાર વ્રતમાં સ્થિર થયેલ, (જિનમૂર્તિ, જિનમંદિર, જિનશાસ્ત્ર, જૈન સાધુ, સાધ્વી, શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org