________________
દ્વતીય પ્રકાશ
દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે–અચાવે તે ધર્મ કહેવાય; (અને) એક્ષપ્રાપ્તિ માટે સર્વજ્ઞ પુરુષોએ બતાવે (તે ધર્મ) સંયમાદિ દશ પ્રકાર છે. (૧૧)
આપૌરુષેય–કેઈ પુરુષે ન કહેલું–વચન અસંભવિત છે, છતાં કદાચ તેવું વચન સંભવે તે (પણ) તે પ્રમાણભૂત નથી; કારણ કે વચનનું પ્રામાણ્ય (તેના બોલનાર) આમઅનુભવીને અધીન છે. અર્થાત બેલનારની દેષરહિતતા ઉપર વચનની પ્રમાણભૂતતા સંભવે છે, અન્યથા નહિ. (૧૨)
- મિથ્યાદષ્ટિવાળાઓએ કહેલે–બતાવેલે ધર્મ, ધર્મ તરીકે ઓળખાતું હોય તે પણ તે સંસારભ્રમણનું કારણ છે, અર્થાત્ તે અધર્મ જ છે, (કારણ કે, તે હિંસા વગેરે દોથી દૂષિત છે. (૧૩)
ઉપસંહાર रागोऽपि हि देवश्चेद् गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥
સરાગી પણ જે દેવ કહેવાય, અબ્રહ્મચારી હોવા છતાં જે ગુરુ કહેવાય, દયાભાવ વિનાને ધર્મ પણ જે ધર્મ કહેવાય તે આ જગતનું સત્યાનાશ જ વન્યું સમજવું. (૧૪)
१ उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ! तत्त्वार्थसूत्र अ० ९, सूत्र ६ । तथा समवायांग सूत्र, समवाय १०
(૧) ક્ષમા, (૨) માર્દવ–મૃદુતા, (૩) આર્જવ–સરળતા–વિચાર, વાણું અને વર્તનની એક્તા, (૪) શૌચનિર્લોભતા (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચ –મમત્વ ન રાખવું તે (૧૦) બ્રહ્મચર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org