________________
ગશષ્ય
(તેથી ખાસ કરીને) જિનમંદિરમાં વિલાસ, હાસ્ય, થુંકવું, નિદ્રા, કલહ, (ચેર, પરસ્ત્રી વગેરે સંબંધી) દુષ્કથા તથા ચાર પ્રકારનો આહાર (એ બધાં) તજવાં. (૮૧)
સામાયિકવ્રત નામનું પ્રથમ શિક્ષાત્રત त्यक्तातरौद्रध्यानस्य त्यक्तसावधकर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकवतम् ॥८२।।
આર્ત અને રૌદ્ર ધ્યાનને તથા (સર્વ પ્રકારનાં પાપ કર્મોને ત્યાગ કરીને માણસ એક મુહૂર્ત પર્યત જે સમતા ધારણ કરે છે તેને સાધુ પુરુષે “સામાયિકવત” તરીકે જાણે છે. (૮૨)
सामायिकत्रतस्थस्य गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव क्षीयते कर्म सश्चितम् ॥८३॥
સામાયિકવ્રતમાં સ્થિર થયેલ, શાંત ચિત્તવાળા ગૃહસ્થના પણ સંચિત કર્મો ચંદ્રાવતંસક રાજાની માફક ક્ષીણ થઈ જાય છે. (૮૩)
દેશાવકાશિકવતનામક બીજું શિક્ષાત્રત दिखते परिमाणं यत्तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशावकाशिकवतमुच्यते ।।८४॥
| દિવ્રત નામના (પ્રથમ) ગુણવ્રતમાં (દિશાઓમાં) જવાની જે મર્યાદા કરી હોય તેને એક રાતદિવસ પૂરતી ટૂંકાવવી તે “દેશાવકાશિક” નામનું બીજું શિક્ષાત્રત કહેવાય છે. (૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org