________________
૩૬
ગિશા મા
ડાહ્યા માણસે પ્રમાદથી-અજાણતાં પણ-અસત્ય ન બોલવું, કારણ કે, પ્રબળ પવનથી મહાવૃક્ષ જેમ તૂટી પડે છે, તેમ અસત્યથી શ્રેયને-કલ્યાણને ભાંગીને ભૂકે થાય છે. (૫૭)
असत्यवचनाद्वैरविषादापत्ययादयाः। प्रादुःषन्ति न के दोषाः कुपथ्याद् व्याधयो यथा ॥६८॥
જેમ કુપગ્ય સેવવાથી (બધા) રેગો ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય વચનથી વેર વિરોધ, વિષાદ પશ્ચાત્તાપ, અવિ. શ્વાસ વગેરે કયા કયા દેશે પેદા નથી થતા ? (૫૮) निगोदेष्वथ तियक्षु तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिण ॥५९॥
પ્રાણીઓ અસત્ય બોલવાના ફળરૂપે નિગેદ, પશુ તથા નરનિમાં ઉત્પન્ન થાય છે. (૫૯)
ब्रूयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रूते स नरकं प्रयाति वसुराजवत् ॥६०॥
(કોઈ પણ પ્રકારના) ભયથી કે ઉપધથી એટલે કે પ્રેમ વા લાલચથી અસત્ય ન બોલવું, જેમ કાલિકાચાર્ય ન બોલ્યા, પરંતુ જે માણસ તેને કારણે) જૂઠું બોલે છે તે વસુરાજાની માફક નરકે જાય છે. (૬૦)
न सत्यमपि भाषेत परपीडाकरं वचः। लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरकं गतः ॥६१॥
વળી, સાચું છતાં પારકાને પીડા કરનારું વચન ન બેલવું, કારણ કે લેકેમાં સંભળાય છે કે કૌશિક તાપસ એવું વચન બોલી નરકમાં ગયેલ છે. (૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org