________________
પ૭
તૃતીય પ્રકાશ "क्रीत्वा स्वयं वाऽप्युत्पाधं परोपहतमेव वा। देवान् पितृन् समभ्यर्च्य खादन् मांसं न दुष्यति ॥३१॥
કેટલાક માણસે મહામૂઢતાથી માત્ર પોતે માંસ ખાય છે એટલું જ નહિ પણ દે, પિતૃઓ અને અતિથિઓને પણ (માંસ) આપે છે; કારણ કે તેઓ કહે છે કે
“ખરીદીને (મેળવેલ), સ્વયં પિદા કરીને-હિંસા કરીને (મેળવેલ) અથવા બીજાએ લાવી આપેલ માંસને દેવતા અને પિતૃઓની પૂજામાં ધર્યા પછી ખાનાર માણસ દૂષિત થતો નથી.” (૩૦-૩૧)
मन्त्रसंस्कृतमप्यधाधवाल्पमपि नो पलम् । भवेज्जीवितनाशाय हालाहललवोऽपि हि ॥३२॥
મંત્રોથી પવિત્ર કરાયેલું હોય છતાંય જવના દાણા જેટલું પણ માંસ ન ખાવું, કારણ કે હલાહલ વિષનું એક ટીપું પણ મૃત્યુનું કારણ બને છે. (૩૨) सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ॥३३॥
વળી (પ્રાણીના મરણ પછી) તરત જ (તેનું) માંસ સમ્મા છિમ જંતુઓની ઉત્પત્તિપરંપરાથી દૂષિત થાય છે, અર્થાત્ તેમાં તરત જ અનંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે, (તેથી) નરકે જતાં રસ્તામાં ભાતારૂપ તેને કેણુ ખાય? (૩૩)
નવનીતભક્ષણદોષ अन्तर्मुहूर्तात् परतः मुसूक्ष्मा जन्तुराशयः । .. यत्र मूर्छन्ति तनाधं नवनीतं विवेकिमिः ॥३४॥
૧. મનુસ્મૃતિ, અ. પ, બ્લે. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org