________________
તૃતીય પ્રકાશ
સર્વથા વજનીય વસ્તુઓને નિર્દેશ मद्यं मांसं नवनीतं मधूदुम्बरपञ्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥६॥ आमगोरससंपृक्तं द्विदलं पुष्पितौदनम् । दध्यहतियातीतं कुथितान्नं च वर्जयेत् ॥७॥
મધ, માંસ, માખણ, મધ, ઉમરે વગેરે પાંચ વૃક્ષનાં ફળ, અનંતકાયવાળાં કંદ વગેરે, અજ્ઞાતફળ, રાત્રિભોજન, કાચા દહીંમાં મેળવેલું કઠોળ, વાસી ભાત, બે દિવસ ઉપરનું થઈ ગયેલું દહીં અને કેહી ગયેલું અન્ન, આ બધું સર્વથા તજવું જોઈએ. (૬–૭)
મદિરાદોષદર્શન मदिरापानमात्रेण बुद्धिर्नश्यति दूरतः। वैदग्धीबन्धुरस्यापि दौर्भाग्येणेव कामिनी ।।८॥
જેમ દુર્ભાગ્યને કારણે અતિ ચતુર-બુદ્ધિમાન પુરુષની પણ સ્ત્રી (તેની પાસેથી) ચાલી જાય છે, તેમ મદિરાના પીવા માત્રથી (માણસની) બુદ્ધિ દૂરથી જ ચાલી જાય છે, સર્વથા નષ્ટ થઈ જાય છે. (૮) पापाः कादम्बरीपानविवशीकृतचेतसः। जननी वा मियीयन्ति जननीयन्ति च प्रियाम् ॥९॥ न जानाति परं स्वं वा मद्याचलितचेतनः । स्वामीयति वराकः स्वं स्वामिनं किङ्करीयति ॥१०॥ દારૂ પીવાથી વ્યાકુળ ચિત્તવાળા અર્થાત્ ભાનભૂલેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org