________________
વારસદારરૂપી સત્ય સુર્ય ઉદય થશે. એ સઘળી બીના આ ઇતિહાસમાં વિસ્તાર પૂર્વક વર્ણવી છે. જુઓ પ્રથમ ખંડ પંચદશી કળા પૃષ્ટ ૩૩૨ થી ૩૩૮ સુધી.
૭ આ ઇતિહાસના બીજા ખંડમાં ધ્રોળ સ્ટેટથી આરંભી ૨૩ યદુવંશી રાજ્યોને ટુંકો ઇતિહાસ તેઓના વંશવૃક્ષો સાથે આપવામાં આવેલ છે, તેમાં તથા પ્રથમખંડમાં જે કાવ્યો આપેલાં છે, તે સઘળાં વૃદ્ધ ચારણ દેવોના કંઠસ્થ સાહિત્યનાં તથા હસ્ત લેખિત ચોપડાઓમાંના પ્રાચિન છે. તેમાં કેટલાંએક વિભા વિલાસનાં પણ છે. બીજા ભાગમાં લખાએલા રાજસ્થાનોના ઈતિહાસમાં ધ્રોળ વીરપુર, લોધીકા, ગવરીદડ, વગેરે રાજાથી લખાઈ આવેલા ઇતિહાસ સિવાઈની હકિકત વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસમાંના “ફલીંગ પ્રીન્નીસ, ચીફસ એન્ડ લીડીંગ પરસનેજસ” (ઈ. સં. ૧૯૨૮) નામના અંગ્રેજી પુસ્તકના આધારે ઈતિહાસ તથા વંશવૃક્ષો આપેલાં છે.
૮ તૃતિય ખડમાંની “હકિકત–આ ઈતિહાસ ખાસ જામનગરજ હેઈ, નવાનગર સ્ટેટનો હુન્નર ઉદ્યોગ, તાલુકાના ગામો, વસ્તિની સંખ્યા, પ્રાચિન એતિહાસિક સ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને મહાન પુરૂષોના જીવન પ્રસંગો વર્ણવામાં આવેલ છે.
સાથેના લીસ્ટમાં લખાએલા પુસ્તકના આધારે આ ઇતિહાસ લખવામાં આવેલ છે. જેથી તે સર્વ ગ્રંથકારોના હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
હું નથી મહાન કવિ, કે નથી મહાન વિદ્વાન, સાક્ષર કે લેખક. તે આ ઇતિહાસમાં જે કાઈ દે-પાઠક વર્ગને જણાય તે દેશ આ મારે ગ્રંથ લખવાને પ્રથમને જ પ્રયાસ હેઈ, દરગુજર કરશે એવી આશા છે. તેમજ જે જે સુચનાઓ મળશે તે યુગ્ય સુચનાઓ બીજી આવૃત્તિમાં સુધારા સાથે બહાર પાડીશ.
કાઠિયાવાડ ટાઈમ્સના અધિપતિ મી. વજીરાણીએ આ ઇતિહાસની જાહેર ખબર પોતાના પેપરમાં લાંબો વખત કંઈપણ રકમ લીધા વિના છાપી આપેલ છે તેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
જામનગર ફોટો કુ.ના માલીક શ્રીયુત ભાઈશ્રી પંચાણભાઈએ, બ્લેક માટે ફોટાઓ પાપેલ છે તથા ગુજરાત ટાઈમ્સના અધિપતિ મી. શાહે પોતાના ૯ બ્લેક મને આ ઇતિહાસમાં વાપરવા આપેલ છે તેના માટે તેમજ પોતાના પેપરમાં જાહેર ખબર છાપી છે તેના માટે હું તે શ્રીમાનોનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
આ ઇતિહાસ યદુવંશી રાજ્યોને ગામડે ગામડે વંચાય તેમજ થોડું ભણેલા તથા અભણ વર્ગના લેકે પણ સંપૂર્ણ સમજી શકે તેવી ભાવનાથી આ ગ્રંથની ભાષા તદ્દન સાદી અને સરલ (ગ્રામ્ય ભાષા) વાપરી. વિદ્દ ભગ્ય નહિં કરતાં લોકભોગ્ય કરેલ છે, એજ વિનંતિ ઈશ્વર સહુનું મંગળ કરે !!! વામનયંતિ (જામજયંતિ) ). વિ. સં. ૧૯૯૧ (હાલારી)
લી. યદુવંશ આશ્રિત, સ્વામિનારાયણ-બલ્ડીંગ કવિ, માવદાનજી ભીમજીભાઈ રતનું.
જામનગ૨.