Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas Author(s): Mavdanji Bhimjibhai Rat Publisher: Mavdanji Bhimjibhai Rat View full book textPage 8
________________ તો શ્રીજી > પ્રસ્તાવના. શ્રીયદુવંશપ્રકાશનો મારા પુજ્ય પિતાશ્રી ભીમજીભાઇ બનાભાઈ રતનુંએ વિ. સં. ૧૯૫૫માં આરંભ કરેલ. અમારા વડીલ હમીરજી રતનુંએ “યાદવવંશ એર રતનું બારોટરી ઉત્પત્તિ” એ નામને ચારણી ભાષામાં એક ગ્રંથ વિ. સં. ૧૭૯૬માં રચેલે તેની એક પ્રત કે જે વિ. સં. ૧૮૦૯માં લખાએલી છે, તે પ્રાચિન હસ્ત લેખિત પ્રત કચ્છમાં જઈ, મહારા પિતાશ્રી લઈ આવેલા. તેના આધારે તથા બીજા અમારા ઘરમાં હસ્તલેખિત વિક્રમના સોળ, સત્તર અને અઢારના સૈકાઓના કાવ્યના ચોપડાઓ ઉપરથી શરૂઆત કરેલી, પરંતુ કહેવત છે કે “જાંતિ નટુ વિનાનો” એ પ્રમાણે તેઓશ્રીને વિ. સં. ૧૮૫૦ માં અક્ષરનિવાસ થતાં, આરંભેલું કામ અટકી ગયું. એ સમયે મારી ઉમર માત્ર આઠ વર્ષની હતી. એ ભકતકવિશ્રીએ તીવ્રવેગથી કરેલ શુભ સંકલ્પ પૂર્ણ કરવા ઈશ્વરે મને પ્રેરણા કરી પરંતુ એ પ્રેરણાને પ્રોત્સાહનની જરૂર હતી, તેવામાં વિદ્યાવિલાસી યદુકુળમણિ આપણું લેકપ્રિય મહારાજા જામશ્રી ૭ સર રણજીતસિંહજી જી. સી. એસ. આઈ. જી. બી. ઈ. સાહેબ બહાદૂર કાલાવડ પધાર્યા, તેઓ નામદાર--જ્યારે જયારે કાલાવડ અંધારી રાત્રી રહેતા તથા સમાણા કેમ્પમાં પણ રાત્રી વખતે મને શયનગૃહમાં બેલાવી મારી કનેવી વાર્તાઓ સાંભળતા. એ પ્રથાને કાલાવડ મુકામે રાત્રીના સમયે ઐતિહાસિક વાતોની ચર્ચામાં મેં, મારા પિતાએ આરએલ કાર્યની હકિક્ત નિવેદન કરી. વિદ્વાનો, કવિઓ અને સંગીત સાહિત્ય વગેરેના કાર્ય કર્તાઓને ઉત્તેજન આપનાર એ ઉદાર રાજવીએ મારી પાસેનું ઇતિહાસિક સાહિત્ય જોઇ, એ આરંભેલું કાર્ય જલદી પુરું કરવા મને ફરમાવ્યું, તેથી તેજ સાલમાં મેં એ કાર્ય પૂર્ણ કરવા તૈયારી કરી (વિ. સં. ૧૯૮૭) અમારા ચારણી સાહિત્ય ઉપરાંત બીજા ઐતિહાસિક ગ્રંથો મેળવી, વાંચી મેં “શ્રીયદુવંશપ્રકાશ” લખવો શરૂ કર્યો. એ વખતે મર્દમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ વિલાયત બોરાજતા હોવાથી તેઓ જામનગર પાછા પધારે ત્યારે તેઓ નામદારે મને ફરમાવિલ હુકમનો અમલ થયો છે તેમ બતાવવા મેં આ ઇતિહાસનો પ્રથમખંડ છપાવો શરૂ કર્યો. હજી તો ખંડના સવાસો પાના છપાયા નહતાં, ત્યાં તેઓ નામદારશ્રી ચિંતા સ્વર્ગે સીધાવ્યા. એ આઘાતથી આરંભેલું કાર્ય અટકવાની અણી ઉપર હતું. પરંતુ દૈવી ઇચ્છા એ કાર્ય પૂર્ણ કરવાની હોઈ, મને આત્મબળ મળતાં આરંભેલું કાર્ય આગળ વધારી ઇશ્વરની કૃપાથી આજે પૂર્ણ થતાં, જન સમાજ સમક્ષ રજુ કરવા હું ભાગ્યશાળી થયો છું. એ મારા વડીલને શુભ સંકલ્પને અને ભીષ્મતુલ્ય જામશ્રી રણજીતસિંહજીની અડગ આજ્ઞાનોજ પ્રતાપ છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 862