________________
૧૦૨] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
पंचसमिओ तिगुत्तो नाणी अविहिंसओ न विवरीओ ।
होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ॥१७६५॥ વળી હે સૌમ્ય ! ઘણા જીવ મોક્ષ પામે છે, અને નવા જીવોની ઉત્પત્તિ નથી થતી, તેમ જ આ લોક પરિમિત છે. એટલે જો વનસ્પતિ આદિ જીવો છે, એમ જેઓ ન માને તેમના મતે સંસારનો નાશ પ્રાપ્ત થાય, અને એ પ્રમાણે સંસારનો નાશ કોઈના પણ મતે ઈષ્ટ નથી. તે કારણે પૃથ્વી આદિ ભૂતોના આધારવાળા તે વનસ્પતિ વગેરે અવશ્ય અનન્તા જીવો છે, એમ માનવું સિદ્ધ થાય છે. ૧૭૬૧.
જો આ પ્રમાણે પૃથ્વી આદિ (અનન્તા) જીવોથી લોક વ્યાપ્ત હોય, તો સંયમીઓને ખોરાક આદિ લેવા પડે તેથી અહિંસાવ્રત પાળી શકાય નહીં. (એમ શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે) હમણાં જ તે માટે કહેલું છે, કે શસ્ત્રો પહત પૃથ્વી આદિ અજીવ છે, (એટલે અકૃત-અકારિતાદિ આહારાદિનો પરિભોગ થાય છે, તેથી યતિઓના વ્રતનો નિર્વાહ થવામાં હરકત નથી) “લોક જીવોથી વ્યાપ્ત છે.” એટલા જ માત્રથી હિંસા સંભવતી નથી. વળી “ઘાતક છે” એટલા જ ઉપરથી હિંસક ન કહેવાય, તેમજ અઘાતક છતાં પણ નિશ્ચયનયના મતે અહિંસક નથી. “અલ્પ જીવ છે” એટલા ઉપરથી પણ અહિંસક નથી, તેમજ “જીવોથી વ્યાપ્ત છે” એટલા ઉપરથી હિંસક છે, એમ પણ ન કહેવાય પરંતુ રાજાઆદિના ઘાતની ચેષ્ટા કરનારની જેમ દુષ્ટ અધ્યવસાયથી કોઈને માર્યા વિના પણ હિંસક છે. અને શુદ્ધ અધ્યવસાયથી વૈદ્યની જેમ બીજાને પીડા કર્યા છતાં પણ અહિંસક છે. એટલે એમ સમજવાનું કે હિંસા કરતો છતો પણ અહિંસક અને નહિં હિંસા કરતો છતો હિંસક છે. કારણ કે પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા જ્ઞાની પુરુષથી, (સ્વરૂપ અને તેની રક્ષાનો જાણ જીવરક્ષાના પરિણામવાળો અને તેમાં જયણા કરનાર હોવાથી) કદાચ હિંસા થઈ જાય, તો પણ તે અહિંસક છે, અને જે તેવા અધ્યવસાયથી વિપરીત પરિણામવાળો હોય, તો તે હિંસક જ છે સાધુ વગેરેને જીવઘાતથી હિંસા થાય, અથવા ન પણ થાય. ૧૭૬૫. કારણ કે
असुभो जो परिणामो सा हिंसा सो उ बाहिरनिमित्तं । कोवि अवेक्नेज्ज नवा जम्हाऽणेगंतियं बझं ॥१७६६।। असुभपरिणामहेउ जीवाबाहो त्ति तो मयं हिंसा । जस्स उ न सो निमित्तं संतो वि न तस्स सा हिंसा ॥१७६७॥ सद्दादओ रइफला न वीयमोहस्स भावसुद्धीओ।
जह तह जीवाबाहो न सुद्धमणसो वि हिंसाए ॥१७६८॥ નિશ્ચયનયની અપેક્ષાએ જે અશુભ પરિણામ, તે જ હિંસા કહેવાય છે, તે અશુભ પરિણામરૂપ હિંસા બાહ્ય જીવહિંસારૂપ નિમિત્તથી થાય છે, અને કોઈ વખત તન્દુલ-મસ્યાદિની જેમ તેવા નિમિત્તની અપેક્ષા વિના પણ થાય છે, માટે બાહ્ય નિમિત્ત અનેકાન્તિક છે. જીવઘાત કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org