Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 562
________________ ભાષાંતર] જ્ઞાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. [૫૬૧ ક્રિયાના સમુદાયમાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે. તેથી સમુદિત જ્ઞાન અને ક્રિયા જ મુક્તિના હેતુ છે. માટે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાયુક્ત જે ભાવસાધુ હોય તે જ મોક્ષસાધક છે, પણ અન્ય નહીં. ' હવે ભાષ્યકાર પરમર્ષિ ઉપરોક્ત નિયુક્તિની બે ગાથા ૩૫૯૨-૩૫૯૩નો એ જ અર્થ ફરમાવે છે : नाओत्ति परिच्छिन्नो, गेज्झो जो कज्जकारओ होइ । अग्गेज्जोऽणुवगारी, अत्थो दव्वं गुण वावि ॥३५९४।। जइअव्वंति पयत्तो, कज्जो गेज्झम्मि गिण्हियब्वोत्ति । अग्गेज्झोऽणादेओऽवहारणे चेवसद्दोऽयं ॥३५९५।। इति जोत्ति एवमिह, जो उवएसो जाणणा नओ सोत्ति । सो पुण सम्मइंसणसुयसामइयाई बोद्धव्यो ॥३५९६॥ सब्वेत्ति मूल-साह-प्पसाहभेया पिसद्दओ तेसिं । किं पुण मूलनयाणं, अहवा किमुताविसुद्धाणं ? ॥३५९७॥ सामन्नविसेसोभयभेया, वत्तबया बहुविहत्ति । अहवा नामाईणं, इच्छइ को कंनओ साहुं ? ॥३५९८।। सोउं सद्दहिऊण य, नाऊण य तं जिणोवएसेणं । तं सब्बनयविसुद्धं ति, सब्बनयसम्मयं जं तु ॥३५९९।। चरणगुणसुट्ठिओ होइ, साहु एस किरियानओ नाम । चरणगुणसुट्ठिअं जं, चरणनया बेंति साहुत्ति ॥३६००॥ सो जेण भावसाहू, सब्बनया जं च भावमिच्छति । नाण-किरियानओभयजुत्तो य जओ सया साहु ॥३६०१॥ જ્ઞાત એટલે પરિચ્છિન્ન, ગ્રાહ્ય એટલે જે કાર્યસાધક હોય તે, અગ્રાહ્ય એટલે અનુપકારી, અર્થ એટલે દ્રવ્ય અથવા ગુણ, યત્ન એટલે પ્રયત્ન કરવો. ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય, અગ્રાહ્ય એટલે અનાદેય, અને “ચેવ” શબ્દ અવધારણાર્થે છે. ઇતિ એટલે એ પ્રમાણે જે ઉપદેશ તે જ્ઞાનનય છે, અને તે સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિકને માને છે. સર્વ એટલે નૈગમાદિ મૂળ નયો અને અતિશબ્દથી તેના શાખા પ્રશાખારૂપ ઉત્તરભેદો, અથવા દ્રવ્યાર્થિકાદિ અશુદ્ધ નયોની બહુવિધ વક્તવ્યતા એટલે સામાન્ય-વિશેષ-ઉભયભેદે વ્યાખ્યા અથવા નામાદિકમાંથી ક્યો નય કોને સાધુ માને છે ? તે સર્વ જિનોપદેશથી સાંભળીને, શ્રદ્ધા કરીને, તથા જાણીને તે સર્વનયવિશુદ્ધ એટલે જે સર્વ નયોને સમ્મત હોય તેવા ચારિત્રગુણમાં જે સ્થિત હોય તેને સાધુ કહેવાય છે, આ પ્રમાણે ક્રિયાનય છે. જે ચરણગુણમાં સ્થિત હોય તેને ક્રિયાનય સાધુ કહે છે. અહીં તે ભાવસાધુ ગ્રહણ કરેલ છે, કેમકે સર્વ નો ભાવસાધુને ઇચ્છે છે. જ્ઞાન અને ક્રિયા એ ઉભયનયથી જે યુક્ત હોય, તે સર્વદા ભાવસાધુ છે. ૩૫૯૪ થી ૩૬૦૧. ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586