Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 573
________________ ૫૭૨] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ | સર્વ દુઃખોને છેદનારા અને જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયેલા સિદ્ધ ભગવંતો તે અવ્યાબાધ તથા શાશ્વત સુખને અનુભવે છે. ૯૮૮. સિદ્ધા નમોવારો ગીવં૦ |૨૮ll सिद्धाण नमुक्कारो धन्नाण० ॥९९०।। सिद्धाण नमुक्कारो एवं ॥९९१।। सिद्धाण नमुक्कारो सब्ब० बिइअं होइ मंगलं ।।९९२॥ સિદ્ધોને નમસ્કાર ભાવથી કરાય તો તે બોધિલાભને માટે થાય છે અને જીવોના સેંકડો ભવના બંધન છોડાવી દે છે. ભવક્ષયને કરતા ભાગ્યશાલીના હૃદયથી છૂટો નહીં પડતો એવો સિદ્ધ પરમાત્માઓનો નમસ્કાર આર્ત-રૌદ્રધ્યાનને રોકવાવાળો થાય છે, મરણની નજદીકમાં જે વધુવાર કરવામાં આવે છે એવો ગહન અર્થવાળો સિદ્ધોનો નમસ્કાર આ પ્રમાણે કહ્યો. સિદ્ધોનો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગળમાં પહેલું મંગલ છે. ૯૮૯ થી ૯૯૨. आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा। जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५॥ જ્ઞાનાદિક પાંચ પ્રકારનો આચાર કહેવાય, તેને આદરનાર અને પ્રકાશનાર હોવાથી ભાવચારના ઉપયોગવાળા જે હોય તે ભાવાચાર્ય કહેવાય છે. ૯૫. આચાર્યના નમસ્કારના ઉપસંહારવાળી ચાર ગાથાઓ અરિહંત અને સિદ્ધની ઉપસંહાર ગાથા જેવી છે. - સાધુઓના તપ, નિયમ અને સંયમ ગુણ કયા દેખે છે કે, જેથી વંદના કરે છે ? એ પ્રશ્નનો ઉત્તર મને કહો. विसयसुहनिअत्ताणं विसुद्धचारित्तनिअमजुत्ताणं । तच्चगुणसाहयाणं सहायकिच्चुज्जयाण नमो ॥१०१२॥ असहाइ सहायत्तं करंतिमे संजमं करितस्स । एएण कारणेणं नमामिऽहं सब्बसाहूणं ॥१०१३।। ઉત્તર :- વિષયસુખથી પાછા ફરેલા, નિર્મળ ચારિત્રરૂપ નિયમસહિત, તથ્ય ગુણને સાધનાર અને હંમેશાં આત્મકાર્યમાં ઉદ્યમવાળા સાધુઓ હોય છે, તેથી ગુણયુક્ત સાધુઓને હું નમસ્કાર કરું . સંયમ સાધનારાઓને અસહાયપણામાં પણ સહાય કરનારા સાધુઓને હું નમસ્કાર કરૂં છું. ૧૦૧૨ થી ૧૦૧૩. સાધુઓને નમસ્કારની ઉપસંહારની ચાર ગાથા અરિહંતની ચાર ગાથા પ્રમાણે જાણવી. नंदिअणुओगदारं विहिवदुवग्याइयं च नाऊणं । काऊण पंचमंगलं आरंभो होइ सुत्तस्स ॥१०२५॥ નંદિસૂત્ર, અનુયોગકાર, અને ઉપાતનિયુક્તિ વિધિપૂર્વક જાણીને તથા પંચનમસ્કાર બોલીને સૂત્રનાં પ્રારંભ કરાય છે. ૧૦૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586