Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 572
________________ ભાષાંતર]. પરિશિષ્ટ - ૩ [૫૭૧ છે, કારણ કે સર્વકાલે એક સાથે બે ઉપયોગ હોતા નથી. તે સુખ સર્વ મનુષ્યને તથા સર્વ દેવોને પણ નથી કે જે સુખ અવ્યાબાધપદને પામેલા સિદ્ધોને છે. ૯૭૯ થી ૯૮૦. सुरगणसुहं समत्तं सब्बद्धापिंडिअं अणंतगुणं । न य पावइ मुत्तिसुहंऽणंताहिवि वग्गवग्गूहिं ॥९८१॥ સર્વ કાલના સંપૂર્ણ દેવતાના સમુદાયનું સુખ અનંતગણું કરીએ અને તેને અનંતી વખત વર્ગે વર્ગિત કરીએ, તોપણ તે સુખ મુક્તિના સુખની તુલના પામે નહીં. ૯૮૧. सिद्धस्स सुहो रासी सम्बद्धापिंडिओ जइ हविज्जा । . सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥९८२॥ સિદ્ધ ભગવંતના સુખનો સમુદાય એકત્ર કરીએ અને તેને અનંતી વખત વર્ગમૂલ કરીએ, તો તે છેલ્લો ભાગ સર્વ આકાશમાં પણ સમાય નહીં. ૯૮૨. जह नाम कोइ मिच्छो नगरगुणे बहुविहे विआणंतो । न चएइ परिकहेउं उवमाइ तहिं असंतीए ॥९८३॥ इअ सिद्धाणं सुक्खं अणोवमं नत्थि तस्स ओवम्म । किंचि विसेसेणित्तो सारिक्खमिणं सुणह वुच्छं ॥९८४॥ અશ્વથી હરાયેલા રાજાને જંગલમાં ઉપકાર કરનાર જે પ્લેચ્છ હતો તેને રાજા ગામમાં લાવ્યો અને બધાં સુખો ભોગવવા આપ્યા પછી તે જંગલમાં પાછો ગયો, ત્યારે પોતાના કુટુંબીઓને જેમ તે પ્લેચ્છ નગરના અનેક ગુણોને જાણતો હોવા છતાં પણ તે નગરના ગુણોને કહી શકતો નથી, તેવી રીતે સિદ્ધોનું અનુપમ સુખ છે, તેની કોઈ ઉપમા નથી, છતાં કંઈ વિશેષથી સરખામણી કહું છું. તે સાંભળો. ૯૮૩ થી ૯૮૪. जह सबकामगणि परिसो भोत्तण भोअणं कोई। तण्हाछुहाविमुक्को अच्छिज्ज जहा अमिअतित्तो ॥९८५॥ इअ सव्वकालतित्ता अउलं निव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं चिटुंति सुही सुहं पत्ता ॥९८६॥ જેવી રીતે કોઈ પુરૂષ સર્વ સુંદર સંસ્કારવાળા ભોજનને ખાઈને ક્ષુધા-તૃષાથી મુક્ત થવા છતાં જેમ અમૃતવૃત થઈને રહે, તેવી રીતે અતુલ નિર્વાણને પ્રાપ્ત થયેલા સિદ્ધો હંમેશા તૃમ હોય છે, તથા શાશ્વત અને અવ્યાબાધ સુખમાં મગ્ન રહે છે. ૯૮૫ થી ૯૮૬. सिद्धत्ति अ बुद्धत्ति अ पारगयत्ति अ परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, કર્મવચનથી મુક્ત બનેલા, અજર, અમર, અસંગ આદિ અનેક સિદ્ધનાં નામો છે. ૯૮૭. निच्छिन्नसबदुक्खा जाइजरामरणबंधणविमुक्का । अब्बाबाहं सुक्खं अणुहुंती सासयं सिद्धा ।।९८८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586