________________
ભાષાંતર].
જ્ઞાનનય અને કિયાનનું સ્વરૂપ.
[૫૫૯
ફળ આપનાર છે, પણ ક્રિયા નથી, મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનારને ફળનો વિસંવાદ જણાય છે.” વળી સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે “પઢમં ના તો ત્યાં પ્રથમ જ્ઞાન અને પછી દયા” તેમજ બીજું કહ્યું છે કે “પાપથી નિવૃત્તિ કુશળપક્ષમાં પ્રવૃત્તિ, અને વિનયની પ્રાપ્તિ એ ત્રણેય ગુણ જ્ઞાન આપે છે.” આ કારણથી જ્ઞાન જ પ્રધાન છે, કેમકે અગીતાર્થ-અજ્ઞાની હોય તેમનો સ્વતંત્ર વિહાર પણ તીર્થકર ગણધરોએ નિષેધ્યો છે. તાત્પર્ય એ છે કે આંધળો કદી પણ સીધો રસ્તો પ્રાપ્ત કરતો નથી. આ વાત ક્ષાયોપથમિક જ્ઞાનની અપેક્ષાએ કહી, ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ તે જ્ઞાન જ વિશિષ્ટ ફળસાધક છે. કેમકે સંસારસમુદ્રના કિનારા પર રહેલા, દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ વીતરાગ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાતકાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું ત્યાં સુધી તેમને મોક્ષ પ્રાપ્તિ નથી થતી, માટે જ્ઞાન જ પુરૂષાર્થ-સિદ્ધિનું કારણ છે. “જે જેના વિના ન બને તે તેનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતા, તેથી તે તેનું કારણ છે; તેવી રીતે સકળ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના નથી થતી, માટે તે તેનું મુખ્ય કારણ છે; આ ઉપરથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક એ બેને જ માને છે. કેમકે તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે મોક્ષનાં કારણરૂપ છે; દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકને આ નય નથી માનતો, કેમકે તે જ્ઞાનનું કાર્ય હોવાથી ગૌણભૂત છે.
આ જ ગાથાનો અર્થ હવે ક્રિયાનયની અપેક્ષાએ કરવામાં આવે છે. ક્રિયાનય કહે છે કે, ગ્રાહ્ય-અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પણ સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ઈચ્છનારાએ પ્રવૃજ્યાદિરૂપ ક્રિયા જ કરવી જોઇએ. તાત્પર્ય કે પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્યસાધક છે. જ્ઞાન તો ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ છે. માટે સકળ પુરૂષાર્થનું પ્રધાન કારણ ક્રિયા જ છે. આ પ્રમાણેના ઉપદેશને ક્રિયાનય કહેવાય છે.
આ નય સ્વપક્ષની સિદ્ધિ માટે યુક્તિ કહે છે કે પ્રયત્નાદિરૂપ ક્રિયા વિના જ્ઞાનવાનને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી નથી, માટે પુરૂષાર્થ-સિદ્ધિનું પ્રધાન કારણ ક્રિયા જ છે. બીજાઓ પણ કહે છે કે - “પુરૂષોને ક્રિયા જ ફળ આપનાર છે, જ્ઞાન ફળ આપનાર નથી; કેમકે સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર પુરૂષ ફક્ત તેના જ્ઞાનથી સુખી નથી થતો.” સિદ્ધાંતમાં પણ તીર્થંકરગણધરોએ ક્રિયાવિકલનું જ્ઞાન નિષ્ફળ કહ્યું છે. “અંધને પ્રકાશમાન લાખો દીપકની પંક્તિની જેમ ઘણું શ્રુત ભણેલાને પણ ચારિત્ર રહિત તે શ્રુત શું કરશે? જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, જ્ઞાનમાત્રથી જ કાર્યની નિષ્પત્તિ નથી થતી. અહીં માર્ગને જાણનાર સચેષ્ટ અને નિશ્ચષ્ટનું દષ્ટાંત છે. તરવાનું જાણવા છતાં પણ જે કાયયોગનો ઉપયોગ નથી કરતો, તે પ્રવાહમાં ડૂબી જાય છે, તેવી રીતે ચારિત્રરહિત જ્ઞાની પણ સંસારમાં ડૂબનાર જાણવો.
એ રીતે ક્ષાયોપથમિકી ચારિત્રરૂપ ક્રિયાની અપેક્ષાએ ક્રિયાનું પ્રાધાન્ય કહ્યું; ક્ષાયિકક્રિયાની અપેક્ષાએ પણ તેનું જ પ્રધાનપણું જાણવું, કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણ ભગવાન અરિહંતદેવને જ્યાં સુધી સર્વ કર્મરૂપ ઈધનને બાળી નાંખવાને અગ્નિની જ્વાળાના સમૂહ સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org