Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 569
________________ ૫૬૮] પરિશિષ્ટ - ૩૪ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ - કોઈપણ કામમાં મનની સ્થિરતાથી તત્ત્વનું જ્ઞાન થવું, ક્રિયાના પ્રસંગ અને વિચારોથી બુદ્ધિની વિશાળતા થવી, અને જગતને પ્રશંસાપાત્ર જેનાથી બનાય છે-એને કાર્મિકીબુદ્ધિ કહેવાય છે. ૯૪૬. હવે કાર્મિકીબુદ્ધિનાં દૃષ્ટાંતો કહે છે : हेरन्निए १, करिसए २, कोलिअ ३, डोवे अ ४, मुत्ति ५, घय ६, पचए ७, । तुन्नाग ८, वड्डई ९, पुइए अ १०, घड ११, चित्तकारे अ १२, ॥९४७॥ સોની, ખેડુત, કોલી, તેલી, મોતીવાલા, ઘીવાલા, તરવાવાલા, તુનવાવાલા, સુથાર, કંદોઈ, કુંભાર અને ચિત્રકારના દૃષ્ટાંતો કાર્મિકી બુદ્ધિનાં સમજવાં. ૯૪૭. હવે પારિણામિકી બુદ્ધિનું લક્ષણ કહે છે : अणुमाणहेउदिटुं तसाहिया वयविवागपरिणामा । हिअनिस्सेअसफलवई बुद्धी परिणामिआ नाम ॥९४८॥ જે અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી વસ્તુને સિદ્ધ કરનારી, અવસ્થાના પરિપાકવાળી, ઉદય અને મોક્ષરૂપી ફલને આપે, તે પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. ૯૪૮. પારિણામિકી બુદ્ધિનાં દષ્ટાંતો નીચે મુજબ છે :अभए १, सिट्ठी २, कुमारे ३, देवी ४, उदिओदए हवइ राया ५, । साहू अ नंदिसेणे ६, धणदत्ते ७, सावग ८, अमच्चे ९, ॥९४९॥ खवगे १०, अमच्चपुत्ते ११, चाणक्के १२, चेव थूलभद्दे अ १३, । नासिक्कसुंदरि नंदे १४, वइरे १५, परिणामिआ बुद्धी ।।९५०॥ चलणाइय १६, आमंडे १७, मणी अ १८, सप्पे अ १९, खग्गि २०, थूभि २१, दे २२ । परिणामिअबुद्धीए एवमाई उदाहरणा ॥९५१॥ न किलम्मइ जो तवसा सो तवसिद्धो दढप्पहारिव्व । सो कम्मखयसिद्धो जो सबखीण कम्मंसो ॥९५२।। ભેદની શંકાથી ચંડપ્રદ્યોતન વગેરે ૧૪ રાજાઓને અભયકુમારે ભગાડ્યા તે વગેરે વગેરે, કુકડાનું માથું ખાનાર છોકરાને રાજ્ય મલવું અને પિતાસાધુનું ઉદ્દાહથી બચવું, નટડીની ગાથાથી ક્ષુલ્લકકુમારની ત્યાગબુદ્ધિ, ફરી પ્રાપ્ત થવી, સ્વપ્ર દેખાડીને પુષ્પચૂલાનો પ્રતિબોધ, ઉદિતોદિત વિશ્રમણને આરાધવો અને વાણાઋષિનું ધર્મરૂચિના ઘેરામાંથી બચવું, નંદિપેણના અંતપુર દેખીને સાધુનું સ્થિર થવું. ધનદતે સુસમાનું ભક્ષણ કર્યું, વરધનુએ સુરંગદ્વારા બ્રહ્મદત્તની રક્ષાકરી, ચિતાદ્વારા બની ગયેલી રાણી માટે કપડા લેનારનું ખુલ્લા થવું, કુરગડુ વગેરે મુનિઓ કેવલજ્ઞાન પામ્યા, વરધનુએ માતાને છોડાવી, રાજકુંવરે શિયાલના વચનથી સોપાયક (દ્રવ્ય વિશેષ) મેળવ્યા તેની ખબરદારીની પરીક્ષા, ચાણક્યનું વૃત્તાંત, સ્થૂલભદ્રજીનું વૃત્તાંત, સુન્દરીનંદનું દૃષ્ટાંત, લાત મારવામાં રાજ્યદેવોનું દૃષ્ટાંત, બનાવટી આંમળાને જાણવું, ચંડકૌશિકનો બોધ, શ્રાવક મરીને થયેલ ખડુગીનો પ્રતિબોધ, ફૂલવાલુક મુનિએ ઉખાડેલો ઘૂભ, એ સર્વ દષ્ટાંતો પરિણામિકી બુદ્ધિમાં જાણવા. ૯૪૯ થી ૯૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586