Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 568
________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૬૭ દેવડાવવાનું, નવા રૂપીયાના માપની પરીક્ષાનું, સોનાની ખોડીની લાલચથી થાપણ દેવડાવવાનું, વાંદરા પાણીને લીધેલા નિધાનનો ભાગ લેવાનું, છાણના ગોલાથી દ્રવ્ય પહોંચાડવાનું, ભવિષ્યમાં ન્યાય થવાનો કહી જુઠી માતાને ઓળખવાનું, ઇચ્છાવાળો હાનો ભાગ દઈને માલિક બાઈને ધન આપવાનું, લાખનું દેણ છે એવી નવી વાત સંભળાવવાનું, એવી રીતે ૨૬ દષ્ટાંતો ઉત્પત્તિની બુદ્ધિના છે. તેમાં પણ રોહકની બુદ્ધિમાં જેમ શિલાનું દૃષ્ટાંત કહ્યું તેવી રીતે બે મેંઢા સરખા તોલમાં રાખવાનું, એકલા કુકડાને લડાવવાનું, સરખા માપે તલ લઈને તેલ આપવાનું, રેતના દોરડાનું, હાથી મરી ગયો નહીં કહેવાનું, ગામનો કુવો મોકલવાનું, પૂર્વનો બગીચો પશ્ચિમમાં કરવાનું, વગર અગ્નિએ ખીર રાંધવાનું, બકરીની ગોળ ભિંડીયોનું કારણ જણાવવાનું, પીપળાના પાનને શિખા અને નશનું સરખાપણું કહેવાનું, ખિસકોલીના ધોળા અને કાળા વાળ સમાન છે તે જાણવાનું, રાજાના પાંચ પિતા છે-એ જાણીને કહેવાનું એ દષ્ટાંતો પણ જાણી લેવાં. ૯૪૦ થી ૯૪૨. હવે વનયિકી બુદ્ધિનું લક્ષણ કહે છે : भरनित्थरणसमत्था तिवग्गसुत्तत्थगहिअपेआला । उभओ लोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ॥९४३॥ ઘણા ભારે કામને પાર પાડવામાં સમર્થ, ધર્મ-અર્થ-કામનું નિરૂપણ કરનાર, સૂત્ર અને અર્થનો સાર જણાવનાર અને બંને લોકમાં ફલવાળી વૈનયિકી બુદ્ધિ હોય છે. ૯૪૩. વિનયિકી બુદ્ધિનાં દૃષ્ટાંતો નીચે મુજબ છે : निमित्ते १, अत्थसत्थे २, अ लेहे ३, गणिए अ ४, कूव ५, अस्से अ६, । गद्दह ७, लक्खण ८, गंठी ९, अगए १०, गणिआ य रहियो अ ११, ॥९४४॥ सीआ साडी दीहं च तणं अवसब्वयं च कुंचस्स १२, । निब्बोदए अ १३, गोणे घोडगपडणं च रुक्खाओ १४, ॥९४५॥ ઘડો ફૂટીને પાણી તળાવમાં જવાથી પુત્ર માતાને મળી ગયો એવું સાચું નિમિત્ત કહેવાનું, દહીંનું કુંડું ફોડવું અને શેરડી કાપવી એ દ્વારા કલ્પકની બુદ્ધિનું, લિપિ જાણનારનું અને રમતથી ગણિત શિખવવાનું, થોડા જ ફેરમાં કુવામાંથી પાણી કાઢવાનું, સુલક્ષણ તથા દુર્બળ ઘોડા લેવાનું, જમીન સુંઘીને ગધેડાના ભુકવાથી જલાશયની પ્રતિતી કરવાનું, લક્ષણવાળો ઘોડો લઇને ઘરજમાઈ થવાનું, મુકુંડરાજ પાસે મોકલેલી મીણવાલી ગાંઠનું, જવ માત્ર શતસહસ્ત્રવેધી વિષનું, કોસા વેશ્યા અને રથિકનું, સાડી ઠંડી કહેવી, તૃણ લાંબુ કહેવું અને ક્રૌંચ પક્ષીને ડાબેથી ફેરવવો-એમ કરીને ઉપાધ્યાયને ચેતવવાનું, નેવાના પાણીમાં ત્વવિષ ઘુણસનામના જીવાતના ઝેરનું, બળદ ચોરાઈ જવો, ઘોડાને મારવો અને વૃક્ષથી પડતા મહત્તરનું મરણ થવું છતાં નિર્દોષ બનવું-એ સર્વ વૈયિકી બુદ્ધિના દષ્ટાંતો છે. ૯૪૪-૯૪૫. હવે કાર્મિકીબુદ્ધિનું લક્ષણ કહે છે : उवओगदिठ्ठसारा कम्मपसंगपरिधोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥९४६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586