Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 566
________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૬૫ સિદ્ધિ પામવાને માટે સમર્થ છે, તેઓ અરિહંત કહેવાય છે. વળી તીર્થકરો દેવ, દાનવ અને મનુષ્યોની પૂજાને પામે છે, કર્મરૂપી શત્રુને હણે છે તેમજ બંધાતા કર્મને છોડે છે તેથી અરિહંત કહેવાય છે. ૯૨૦-૯૨ ૧. जो सब्बकम्मकुसलो जो वा जत्थ सुपरिनिट्टिओ होइ। सज्झिगिरिसिद्धओविव स कम्मसिद्धत्ति विन्नेओ ॥९३०॥ જે આચાર્યના ઉપદેશ સિવાય કરાય તે ખેતી-વેપાર વગેરે કર્મ કહેવાય અને તે સિવાય કુંભારપણું, લુહારપણું વગેરે શિલ્પ કહેવાય. જે સર્વ કર્મમાં કુશલ હોય અથવા તો સઘગિરિસિદ્ધની માફક જે જે કામમાં ઘણો જ પ્રવિણ હોય તે તે કર્મમાં સિદ્ધ જાણવો. ૯૩૦. જે સર્વ શિલ્પોમાં કુશલ હોય અથવા કોકાશ સુથારની માફક જે જે શિલ્પમાં સાતિશયવાળો અને અતિનિપુણ હોય તે શિલ્પસિદ્ધ કહેવાય. इत्थी विज्जाऽभिहिया पुरिसो मंतुत्ति तब्बिसेसोयं । विज्जा ससाहणां बहुमंतो वा साहणरहिओ अ मंतुत्ति ।।९३१।। સ્ત્રીદેવતા જેના અધિષ્ઠાયક છે, તે અમ્બાકુષ્માંડ આદિ વિદ્યા કહેવાય અને પુરૂષદેવ જેમાં અધિષ્ઠાયક હોય, તે વિદ્યારાજ હરિણગમેલી આદિ મંત્ર કહેવાય, અથવા જેનું સાધન કરવું પડે તે વિદ્યા કહેવાય અને જેમાં સાધનની જરૂર ન હોય તે શમ્બર આદિ જેવા મંત્ર કહેવાય. ૯૩૧. विज्जाण चक्कवट्टी विज्जासिद्धो स जस्स वेगावि । सिज्झज्ज महाविज्जा विज्जासिद्धज्जवउडुब्ब ॥९३२॥ साहीणसब्बमंतो बहुमंतो वा पहाणमंतो वा । नेओ स मंतसिद्धो खंभागरिमुब्ब साइसओ ।।९३३॥ सव्वेवि दबजोगा परमच्छेग्यफलाउहवेगोऽवि । जस्सेह हुज्ज सिद्धो स जोगसिद्धो जहा समिओ ॥९३४॥ વિદ્યાઓનો માલિક હોય તે વિદ્યાસિદ્ધ કહેવાય અથવા આર્યખપુટાચાર્યની જેમ જેને એક પણ મહાપુરૂષદત્તાદિ જેવી મોટી વિદ્યા સિદ્ધ હોય, તે વિદ્યાસિદ્ધ કહેવાય. જેને સર્વ મંત્ર સ્વાધીન હોય અથવા જે બહુ મંત્રવાળો હોય અથવા પ્રધાન મંત્રવાળો હોય તે સ્વભાકર્ષની જેમ સાતિશય હોવાથી મંત્રસિદ્ધ કહેવાય. પરમ આશ્ચર્ય દેખાડનારા બધા યોગો જેને મળ્યા હોય અથવા આર્ય સમિતાચાર્યની જેમ જેને એક પણ યોગ સિદ્ધ થયેલો હોય, તેને યોગસિદ્ધ કહેવાય. ૯૩૨ થી ૯૩૪. आगमसिद्धो सवंगपारओ गोअमुब्व गुणरासी । पउरुत्थो अत्थपरो व मम्मणो अत्थसिद्धित्ति ॥९३५॥ ગૌતમસ્વામીની માફક સર્વશાસ્ત્રોના પારગામી અને ગુણના સમૂહને ધારણ કરનારો હોય તે આગમસિદ્ધ કહેવાય, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને ઘણા દ્રવ્યવાળો જે હોય તે મમ્મણ શેઠની જેમ અર્થસિદ્ધ કહેવાય. ૯૩૫. जो निच्चसिद्धजत्तो लद्धवरो जो व तुंडियाइव्व । सो किर जत्तासिद्धोऽभिप्पाओ बुद्धिपज्जाओ ॥९३६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586