Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 564
________________ પરિશિષ્ટ - ૩ આ બીજા ભાગમાં જે સ્થળે ટીકાકારે નિયુક્તિ અને મૂલભાષ્યની ગાથાઓ નહિ આપતા ભલામણ કરી છે, તે ગાથાઓ અર્થસહિત અહીં આપીએ છીએ એથી સંપૂર્ણ ગ્રંથનો બોધ થશે. अडविं सपच्चवायं, वोलित्ता देसिओवएसेणं । पावंति जहिट्ठपुरं, भवाडविं पि तहा जीवा ॥९०५।। पावंति निबुइपुरं, जिणोवइटेण चेव मग्गेणं । अडवीइ देसिअत्तं, एवं ने जिणिंदाणं ॥९०६॥ જીવો જેમ ઘણા વિનોવાળી અટવીને ભોમિયાના ઉપદેશથી ઓળંગીને ઈષ્ટનગરને પામે છે, તેમ સંસારી જીવો પણ ભવરૂપ અટવી ઓળંગીને શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવેલા માર્ગની આરાધનાથી નિવૃત્તિપુરને પામે છે. એ પ્રમાણે જિનેશ્વરોનું અટવીમાં ઉપદેશકપણુ જાણવું. ૯૦૫-૯૦૬. जह तमिह सत्यवाहं नमइ जणो तं पुरं तु गंतुमणो । परमुपगारित्तणओ निबिग्घत्थं च भत्तीए ॥९०७॥ अरिहो उ नमुक्कारस्स, भावओ खीणरागमयमोहो । मुक्खत्थीणंपि जिणो, तहेव जम्हा अओ अरिहा ॥९०८॥ જેમ ઈષ્ટનગરમાં જવાની ઇચ્છાવાળા લોકો પરમોપકારીપણાથી અને નિર્વિદનતા માટે સાર્થવાહને ભક્તિથી નમસ્કાર કરે છે, તેવી રીતે મોક્ષપદના અર્થી જીવો માટે રાગ-મદ અને મોહવર્જિત શ્રી અરિહંતદેવો તત્ત્વથી નમસ્કાર કરવા લાયક છે, તેથી શ્રી અરિહંત પરમાત્મા પણ સાર્થવાહ કહેવાય છે. ૯૦૭-૯૦૮. संसारा अडवीए, मिच्छत्तन्नाणमोहिअपहाए । जेहिं कयं देसीयत्तं, ते अरिहंते पणिवयामि ॥९०९।। જેમાં મિથ્યાત્વ અને અજ્ઞાનના યોગે રસ્તો જડતો નથી એવી સંસારરૂપ અટવીમાં જેઓએ દેશકપણું (ભોમિયાપણું) કર્યું છે તે અરિહંતદેવોને હું પ્રણામ કરું છું. ૯૦૯. सम्मइंसणदिट्ठो, नाणेण य सुट्ठ तेहिं उवलद्धो । चरणकरणेण पहओ, निब्बाणपहो जिणिंदेहिं ॥९१०।। सिद्धिवसहिमुवगया, निव्वाणसुहं च ते अणुप्पत्ता । सासयमव्वाबाहं, पत्ता अयरामरं ठाणं ॥९११॥ શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષમાર્ગ વિશુદ્ધ સમ્યગ્દર્શનથી દેખ્યો, સમ્યજ્ઞાનથી જાણ્યો અને ચરણકરણસિત્તરિરૂપ સમ્યક્યારિત્રથી તે મોક્ષમાર્ગની સાધના કરી. તે સર્વતીર્થકરો સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધિરૂપ સ્થાનમાં ગયા, નિર્વાણ સુખને પામ્યા, તેમ જ શાશ્વત, અવ્યાબાધ અને અજરામર સ્થાનને પ્રાપ્ત કર્યું. ૧૦-૯૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586