Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 559
________________ ૫૫૮] જ્ઞાનનય અને કિયાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અર્થ જુદો જુદો જ છે એક નથી, એમ સમભિરૂઢનયનું વચન છે. અને સ્વ-અભિધાયક શબ્દથી વાચ્ય અર્થ પ્રમાણે અહીં સંગ્રહાદિનયોનાં વચન જાણવા. એ નયોનો અન્તર્ભાવ દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એ બે નયોમાં કરવો. અથવા બાકીના નયોમાં પણ યથાસંભવ તેઓનો પરસ્પર અન્તર્ભાવ કરવો. દ્રવ્યાર્થિક નયના મતે દ્રવ્ય જ વસ્તુ છે (પર્યાય નહિ.) પર્યાયાર્થિકના મતે પર્યાય જ વસ્તુ છે, (દ્રવ્ય નહિ.) તથા અર્પિતનયનો મત વિશેષવાદી છે, અને અનર્મિતનયનો મત સામાન્યવાદી છે. (આ બે નયોમાં પણ સંગ્રહાદિ નિયોનો અન્તર્ભાવ થાય છે. અથવા નિશ્ચયવ્યવહારનયમાં પણ તેઓનો સમાવેશ થાય છે) લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય ભ્રમરને કાળો કહે છે અને પરમાર્થમાં તત્પર એવો નિશ્ચયનય તેને પાંચ વર્ણવાળો કહે છે. અથવા વ્યવહારનય એક નયના મતને જ અંગીકાર કરે છે, કેમકે તે સર્વ વસ્તુને સર્વનયસમૂહમય નથી ગ્રહણ કરી શકતો, અને નિશ્ચયનય તો જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેને તેવા સ્વરૂપે યથાર્થપણે ગ્રહણ કરે છે અથવા સર્વ સુખ જ્ઞાનને જ આધીન છે, ક્રિયાવડે શું ? એમ જ્ઞાનનય કહે છે. તથા ક્રિયાનય સર્વ સુખ ક્રિયાને જ આધીન માને છે. આ ઉભય મતથી ગ્રહણ કરવું તે જ સમ્યકત્વ છે. ૩૫૮૪ થી ૩૫૯૧. હવે જ્ઞાન-ક્રિયાનનું સ્વરૂપ નિયુક્તિકાર વિસ્તારથી કહે છે :(४९०) नयम्मि गिहियब्वे अगिण्हियवम्मि चेव अत्थम्मि । जइयब्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥३५९२॥१०६६॥ (४९१) सच्चेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सब्बनयविसुद्धं जं चरण-गुणट्ठिओ साहू ॥३५९३।।१०६७॥ ગ્રહણ કરવા યોગ્ય, નહિ ગ્રહણ કરવા યોગ્ય (તથા ઉપેક્ષા કરવા યોગ્ય) પદાર્થ જાણે છતે, તેમાં અવશ્ય યત્ન કરવો એ ઉપદેશને જ્ઞાનનય જાણવો. સર્વે નયોની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને તે સર્વ નયમતોથી વિશુદ્ધ છે કે જે ચારિત્ર અને ગુણમાં સ્થિત હોય તે સાધુ મુક્તિસાધક છે. ૩૫૯૨ થી ૩૫૯૩. વિવેચન - ગ્રાહ-અગ્રાહ-ઉપેક્ષણીય એમ ત્રણ પ્રકારના પદાર્થો જગતમાં છે. એ ત્રણે પ્રકારના પદાર્થો લૌકિક અને લોકોત્તર એમ બબ્બે પ્રકારે છે. તેમાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરે લૌકિકગ્રાહ્ય પદાર્થ છે. સર્પ, વિષ, કંટક વગેરે અગ્રાહ્ય પદાર્થ છે. અને તૃણ, ધૂળ, કાંકરા વગેરે ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ છે. એ પ્રમાણે લોકોત્તર પદાર્થ પણ ગ્રાહ્યાદિ ત્રણ પ્રકારે છે. સમ્યગ્દર્શન, ચારિત્રાદિ લોકોત્તરપક્ષે ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વગેરે અગ્રાહ્ય છે અને સ્વર્ગ, વિભૂતિ વગેરે ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ છે. ઉપરોક્ત ગ્રાહ્ય-અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ જાયે છતે તેની પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઈચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિ આદિરૂપ યત્ન કરવો જોઇએ. એ પ્રમાણે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે એમ પ્રતિપાદન કરવામાં તત્પર ઉપદેશને જ્ઞાનનય કહેવાય છે. મતલબ એ છે કે, જ્ઞાનનય જ્ઞાનની મુખ્યતા જણાવવાને એમ કહે છે કે ઐહિક-પારલૌકિક ફળના અર્થીએ સારી રીતે જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળનો વિસંવાદ થાય છે. બીજાઓ પણ એમ જ કહે છે કે “પુરૂષોને જ્ઞાન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586