Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 557
________________ ૫૫ ૬] અંતે' પદની ભિન્ન વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ निंदा-गरहग्गहणादालोयण-पडिक्कमोभयग्गहणं । होइ विवेगाईणं छेयंताणं विसग्गाओ ॥३५८३।। ભૂતકાલીન સાવદ્યયોગથી હું નિવત્ છું એ પ્રમાણે પ્રતિમામ ક્રિયાનો અર્થ જાણવો. ભૂતકાલીન સાવદ્યયોગનું સેવન કરેલું હોવાથી હવે તેની નિવૃત્તિ કેવી રીતે ઘટે? જે તેની અનુમતિ છે તેનું અહીં વિરમણ છે. બકરવા-કરાવવાનું નહિ' નિંદામાં એટલે ભૂતકાળમાં સાવઘયોગનું સેવન કરનાર આત્માની જુગુપ્સા કરું છું. “ગરિહામિ” નો અર્થ પણ એ જ છે, તો પછી “નિંદામિ અને ગરિહામિ” એ બેમાં ભેદ શો રહ્યો ? એમ પૂછવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - સામાન્ય અર્થનો એ બેમાં અભેદ હોવા છતાં પણ વિશેષાર્થ અભિધાયક ગહ શબ્દ અહીં ઇષ્ટ છે. જેમ(છતીતિ નો અને સંપતિતી પદ) જે જાય છે તે ગાય, અને સરકે છે તે સર્પ, આ બંને ગતિ અર્થમાં સમાન છતાં પણ દરેકનું વિશિષ્ટ ગમન જણાય છે, તેવી રીતે નિંદા અને ગહ શબ્દમાં જુગુપ્સા અર્થ સમાન હોવા છતાં પણ વિશેષતા છે. આત્મસાક્ષિક જાગુપ્તાને સિદ્ધાંતમાં નિંમિશબ્દવડે ઓળખાવી છે, અને ગુરૂસાક્ષિક જુગુપ્સાને રિહામ શબ્દવડે ઓળખાવી છે. અથવા “નિંદા-ગહ” એકાર્થવાળા ઉભય શબ્દનું ગ્રહણ જે કરેલું છે, તે અત્યંત આદરને માટે છે,” “જુગુપ્સા કરું છું, જુગુપ્સા કરૂં છું” તે જ અર્થ “નિંદામિ-ગરિહામિ” શબ્દથી અતિ આદરને માટે કહેલું છે. આદરને માટે કહેલું છે. અત્યન્ત આદરથી “જુગુપ્સા કરૂં છું” એમ જે વારંવાર કહેલું છે, તે અહીં અનુવાદ અને આદરાદિકમાં પુનરૂક્તિદોષવાળું અથવા નિરર્થક નથી. ભૂતકાળમાં સાવધયોગનું સેવન કરનાર અગ્લાધ્ય આત્માની હું જાગુપ્સા કરું છું અથવા સંસારમાં પડતાં નહિ રક્ષણ કરનાર અને અનાદિકાળથી પ્રવર્તેલા એવા ભૂતકાળના સાવઘયોગની હું જુગુપ્સા કરું છું. - હવે વ્યસૃજામિ પદનો અર્થ કહે છે વિ શબ્દ વિવિધાર્થ અથવા વિશેષાર્થમાં છે, ૩ શબ્દ અત્યન્નાર્થે છે, અને સૃજ્ઞામિ એટલે તજું છું, અર્થાત્ વિવિધ પ્રકારે અથવા વિશેષથી અત્યન્તપણે તજું છું. એમાં તાં છું” એમ જે કહ્યું છે, તે અતીતકાલીન સાવદ્યયોગને તજવાનું કહ્યું છે. (રોમિ મત્ત ! સામચિવ, એમ કહેવાથી તે સાવદ્યયોગની નિવૃત્તિ જણાવી છે, તે પછી ચુસ્કૃમિ એમ કહેવાથી તે સાવઘયોગનું નિવર્તન તજજું એવો વિપરીત અર્થ પ્રાપ્ત થાય છે. એવી શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે જેમ માંસાદિના વિશેષણ પછી વોસિરામિ કહેવાથી તેના પ્રતિપક્ષનો ત્યાગ (માંસભક્ષણની નિવૃત્તિરૂપ અર્થ સમજાય છે, તેવી રીતે સામાયિકમાં પણ સમજવું. તે સામાયિક સમ્યકત્વાદિરૂપ છે અને તેના વિપક્ષભૂત મિથ્યાત્વાદિ છે. રિસરામિ એમ કહેવાથી તે મિથ્યાત્વાદિનો ત્યાગ સમજાય છે. અથવા અતીત સાવદ્યયોગના પ્રાયશ્ચિત્તનો સંક્ષેપથી સંગ્રહ કરવાને માટે સૂત્રમાં નિંદ્રાન ઇત્યાદિ ત્રણ પદ કહ્યાં છે, નિંદા અને ગહ શબ્દના ગ્રહણથી આલોચના તથા પ્રતિક્રમણ એ ઉભય પ્રાયશ્ચિતનું ગ્રહણ કર્યું છે, અને ત્યાગ શબ્દના ગ્રહણથી વિવેકાદિથી છેદપર્યતના ચારે પ્રાયશ્ચિતનું ગ્રહણ થાય છે. મૂળાદિ ત્રણ પ્રાયશ્ચિત ચારિત્રથી ઉત્તીર્ણ જીવોને હોય, તેથી તે અહીં ન સંભવે, કેમકે અહીં ચારિત્રપ્રતિપન્ન જીવોનો અધિકાર છે. આ પ્રમાણે અમારું માનવું છે, તત્ત્વ તો કેવળી અથવા બહુશ્રુત જાણે. ૩૫૭૨ થી ૩૫૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586