Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 546
________________ ભાષાંતર] “ત્રિવિધ ત્રિવિધ પદની વ્યાખ્યા. [૫૪૫ જીવિત સુગમ છે. દ્રવ્યજીવિતનો વિચાર કરતાં, જે હિરણ્ય-ભૈષજ્ય-ભક્ત-પુત્ર આદિ જીવિતના નિમિત્ત અથવા ઉપકારક છે, તે દ્રવ્યજીવિત કહેવાય. અથવા પારો જીવે છે, વિષ જીવે છે, અબરખ જીવે છે, લોઢું જીવે છે, પણ હજુ મૃત્યુ નથી પાડું, ઈત્યાદિ કહેવાય છે. જે દ્રવ્યની જીવિતઅવસ્થા તેને દ્રવ્યજીવિત કહેવાય છે. આયુદ્રવ્યની સત્તા વડે જીવનું પ્રાણધારણરૂપ સામાન્યજીવન તે ઓઘ જીવિત, સંસારમાં અવસ્થિતિના હેતુભૂત જીવિતને ભવજીવિત કહેવાય. એ ભવજીવિત નારકાદિની અવસ્થારૂપ ચાર પ્રકારે છે. વારંવાર અમુક એક જ ભવમાં ઉત્પન્ન થનારા ઔદારિક શરીરવાળા જીવોનું જે જીવન તે તદ્ભવજીવિત કહેવાય અને ચક્રવર્તિ તથા દેવોનું જીવિત તે ભોગજીવિત કહેવાય. મુનિઓનું જીવન તે સંયમજીવિત, અવિરતિઓનું જીવિત તે અસમયજીવિત, લોકમાં યશોનામકર્મના ઉદયથી જે જિનાદિકનું ઉત્તમોત્તમ જીવન તે યશોજીવિત કહેવાય. અહીં વિશેષે કરીને ભવજીવિતરૂપ નરભવ-જીવિત અધિકૃત છે. બાકીનાં જીવિત યથાસંભવ યોજી લેવાં. વિશેષતા એ છે કે મનુષ્ય જ આવી પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આ નરભવવડે જીવું, ત્યાં સુધી સાવદ્યયોગનો ત્યાગ કરૂં . ૩૫૦૮ થી ૩પ૧પ. હવે યાત્ શબ્દનું સ્વરૂપ કહે છે : जावदयं परिमाणे मज्जायाएऽवधारणेचेड। जावज्जीवं जीवणपरिमाणं जत्तियंमि त्ति ।।३५१६॥ जावज्जीवमिहारेण मरणमज्जायओ न तं कालं । अवधारणे वि जावज्जीवणमेवेह न ओ परओ ॥३५१७॥ जावज्जीवं पत्ते जावज्जीवाए लिंगवच्चासो। भावप्पच्चयओ वा जा जावज्जीवया ताए ॥३५१८।। जावज्जीवतयाइति जावज्जीवाए वण्णलोवाओ । जावज्जीवो जीसे जावज्जीवाहवा सा उ ॥३५१९।। का पुण सा संवज्झइ पच्चक्खाणकिरिया तया सव्वं । जावज्जीवाए अहं पच्चक्खामित्ति सावज्जं ॥३५२०॥ जीवणमहवा जीवा जावज्जीवा पुरा व सा नेया । ताए पाययवयणे जावज्जीवाए तइएयं ॥३५२१।। ગાથાર્થ - આ ચરિત્ શબ્દ અહીં ત્રણ અર્થમાં છે. પરિમાણ, મર્યાદા અને અવધારણ. જેમકે યાવજીવ એટલે જ્યાં સુધી આ ભવના જીવનનું પરિમાણ હોય ત્યાં સુધી સાવઘયોગનો ત્યાગ કરું છું. (આ પરિમાણ અર્થમાં કહ્યું) તથા યાવજજીવ એટલે મરણની મર્યાદા પર્યત પ્રત્યાખ્યાન કરું , પણ તે જ ગ્રહણકાળ સુધી નહિ. (આ મર્યાદા અર્થમાં સમજવું.) અને અવધારણ અર્થમાં માવજીવ એટલે જ્યાં સુધી આ ભવનું જીવન હોય ત્યાં સુધી જ તે પછી નહિ. (કેમકે દેવાદિ અવસ્થામાં અવિરતિપણાને લીધે પ્રત્યાખ્યાનનો ભંગ થાય, વળી જીવન પૂર્ણ થયા પછી પ્રત્યાખ્યાન છૂટું એમ પણ ન કરવું, કેમકે એથી ભોગની આશંસાનો દોષ પ્રાપ્ત થાય.) ઉપરોક્ત ન્યાયે ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586