Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 547
________________ ૫૪૬] “ત્રિવિધ ત્રિવિધે” પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પાવજીવ” નિર્દેશ પ્રાપ્ત થયે છતે “પાવજીવા” એવો નિર્દેશ શા માટે કર્યો ? અહીં માત્ર લિંગનો જ વ્યત્યય (ફેરફાર) છે અથવા “યાવજીવ” શબ્દને ભાવપ્રત્યય લગાડવાથી “યાવજીવતા” શબ્દ બને છે, તેથી થાવજીવપણે હું પ્રત્યાખ્યાન કરૂં એમ સમજવું. “યાવજીવતા” નિર્દેશ થયા છતાં “માવજીવયા” એમ જે કહ્યું છે તે તકાર વર્ણનો લોપ થવાથી સમજવું. અથવા જે અવસ્થામાં જ્યાં સુધીનું જીવન હોય, તે યાવજીવા કહેવાય. તે વડે જ્યાં સુધી પ્રત્યાખ્યાન કરાય, તેને “યાવજીવયા” કહેવાય. ઉપરોક્ત અર્થમાં તે કઈ ક્રિયાનો સંબંધ કરાય છે ? તેની સાથે તે યાવજીવયા પ્રત્યાખ્યાનક્રિયાનો સંબંધ કરાય છે. એટલે કે વાવજીવિતપણે સર્વ સાવદ્યયોગનું હું પ્રત્યાખ્યાન કરૂં છું અથવા જીવન એટલે જીવા, જ્યાં સુધી જીવન હોય તે વાવજીવા કહેવાય. (સ્ત્રીલિંગ) (અહીં પણ પૂર્વની જેમ પરિણામાદિ ત્રણ અર્થમાં “યાવતુ' શબ્દની સાથે “જીવા” શબ્દ જાણવો.) પ્રાકૃત વચનમાં પર્યતે અકાર હોવાથી “પાવજીવયા” એ તૃતીયા સમજવી. ૩૫૧૬ થી ૩પર૧. હવે ત્રિવિધ ત્રિવિધ પદની વ્યાખ્યા કરે છે : पच्चक्खामि त्ति मओए उत्तमपुरिसेवयणओ कत्ता । तिन्नि विहा जस्स तओ तिविहो जोगो मओऽहिगओ ॥३५२२।। तं तिविहं बिइयाए पच्चक्रोयमिह कम्मभावाओ । तिण्ण विहा जस्स तयं तिविहं तिविहेण तेणं ति ॥३५२३॥ तेणेति साधकतमं करणं तइयाभिहाणओऽभिमयं । केण तिविहेण भणिए मणेण वायाए काएणं ॥३५२४॥ मणणं व मण्णए वाऽणेण मणो तेण दवओ तं च । तज्जोग्गपुग्गलमयं भावमणो भण्णए मंता ॥३५२५॥ वयणं वगुच्चए वाऽणए त्ति वायत्ति दबओ सा य । तज्जोग्गपोग्गला जे गहिया तप्परिणया भावो ॥३५२६॥ जीवरस निवासाओ पोग्गलचयओ य सरणधम्माओ । काओऽवयवसमाहाणओ य दव्व-भावमओ ॥३५२७॥ तज्जोग्गपोग्गला जे मुक्का य पओगपरिणया जाव । સો રોડ ટ્રા વક્તા પુન માવડો ૩ રૂક૨૮ तेण तिविहेण मनसा वाया काएण किं तयं तिविहं । पुबाहिगयं जोगं न करेमिच्चाइ सावज्जं ॥३५२९।। ગાથાર્થ - પં મિ પ્રત્યાખ્યાન કરૂં છું, એ ઉત્તમ પુરૂષ એક વચનથી અહીં કર્તા માનેલ છે. મન-વચન-કાયાના વ્યાપારરૂપ ત્રિવિધયોગ અહીં અધિકૃત માનવા. એ ત્રિવિધયોગ અહી કર્મભાવથી બીજી વિભક્તિવડે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે. તથા ત્રણ છે પ્રકાર જેના તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586