Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 553
________________ ૫૫૨] તસ ભંતે' પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરવામાં મરણપર્યન્તની મર્યાદાનો અપવાદ છે. (આ જીવન પર્યન્ત જ પ્રત્યાખ્યાન કરૂં છું તે પછી નહિ, માટે ઉપરોક્ત દોષ પ્રાપ્ત થતા નથી.) અથવા યાવજ્જીવપર્યન્ત ગ્રહણ કરવાથી અનાગતકાળનો અવરોધ કર્યો, 7 રોમિ ઈત્યાદિ વચનથી સાંપ્રતકાળનું ગ્રહણ કર્યું, અને તરસ અંતે ! વહિવામિ ઇત્યાદિ વચનથી ભૂતકાલીન સાવઘયોગની અનુમતિનો નિષેધ કર્યો છે. આ સર્વ શબ્દ અહીં વિશેષ વિષયવાળો છે. (પહેલી વ્યાખ્યામાં ત્રિકાળગત સર્વ સાવધ-યોગના વિષયવાળો સર્વ શબ્દ કહીને અપવાદથી બાધા જણાવી, આ વ્યાખ્યામાં નિયંત્રણાદ્વારા પ્રથમથી જ સર્વ શબ્દનું દેશથી નિર્વિશેષ વિષયપણું જણાવ્યું. બે વ્યાખ્યામાં એટલો તફાવત છે.) જે માટે સૂત્રાન્તરમાં કહ્યું છે કે, અતીતકાલીન સાવધયોગનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાનકાલીન યોગનું સંવરણ કરે છે અને ભવિષ્યકાલના સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરે છે, એમ અહીં જાણવું. ૩૫૫૧ થી ૩૫૫૭. હવે તરસ ભંતે પદની વ્યાખ્યા કરે છે ઃ तरसति स संबज्झइ जोगो सावज्ज एव जोऽहिगओ । तमिति बिइया गारादभिधेए किमिह तरसत्ति ? ।। ३५५८ ।। संबंधलक्खणाए छट्टीएऽवयवलक्खणाए वा । समतीयं सावज्जं संवज्झावेइ न उ सेसं ॥। ३५५९।। अविसिद्धं सावज्जं संवज्झाविंति के छट्टीए । तन्नप्पओयणाभावओ तहा गंथगुरुयाओ || ३५६०।। पच्छित्तस्स पडिक्कमणओ य पायं व भूयविसययाओ । तीयपडिक्कमणाओ पुणन्ताइप्पसंगाओ ॥ ३५६१।। तम्हा पडिक्कमामित्ति तस्सवस्सं कमामिसद्दस्स । મમિાઁ મ્મળા તં ચ મૂઝસાવખ્તોડળન્ન ||રૂદ્રી તરસ શબ્દથી અહીં અધિકૃત જે સાવઘયોગ છે, તેનો જ અહીં સંબંધ કરાય છે, હિવમામિ એ ક્રિયાના યોગથી દ્વિતીયાના અધીકારથી તમ્ એમ કહેવું જોઇએ, છતાં અહીં તત્ત્વ એવો ષષ્ઠી-નિર્દેશ શા માટે કર્યો છે ? (એમ કહેવામાં આવે તો) અહીં સંબંધલક્ષણ અથવા અવયવલક્ષણથી છઠ્ઠી વિભક્તિવડે અતીતકાલીન સાવઘયોગનો સંબંધ કરાવે છે, પણ શેષકાલીનનો નહીં. કેટલાક આચાર્યો તત્ત્વ એ છઠ્ઠી વિભક્તિથી અવિશિષ્ટ (ત્રિકાળવિષયી) સાવઘયોગનો સંબંધ જણાવે છે, તે યોગ્ય નથી, કેમકે એવા પ્રયોજનનો અહીં અભાવ છે, તથા ગ્રંથગૌરવતાનો પ્રસંગ થાય. વળી પ્રાયશ્ચિત્ત તે પ્રતિક્રમણરૂપ છે, અને તે પ્રાયઃ ભૂતકાળવિષયી જ હોય. માટે અતીતકાળ સંબંધી સાવદ્યયોગનું જ પ્રતિક્રમણ હોય, અન્યથા પુનરૂક્તિ આદિ દોષો પ્રાપ્ત થાય. તે માટે તરસ હિમામિ એ શબ્દનું કર્મ અવશ્ય હોવું જોઇએ અને તે કર્મ અહીં ભૂતકાલીન સાવદ્યયોગના સંબંધ સિવાય બીજું નથી. ૩૫૫૮ થી ૩૫૬૨. હવે ત્રિવિધ ત્રિવિધે તથા મંતે શબ્દ સંબંધી શંકા-સમાધાન કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586