Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 551
________________ ૫૫૦] પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા. Jain Education International [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ निंदणमईयविसयं न करेमिच्चाइवयणओऽभिहियं । अणुमइसंवरणं वा तीतस्स करेमि जं भणियं ।। ३५४६ ।। अहवा तयविरईओ विरमे संपयमईयविसयाओ । संपइसावज्जा इव पवज्जओ को मुसावाओ ? ।। ३५४७ ।। न समजाति गए करिंतमण्णंपि जं सुएऽभिहियं । संभावणेsविसद्दो तदिहोभयसद्दमज्झत्थो ।। ३५४८|| न करेंतंपित्ति न कारवेतमवि नावि याणुजाणंतं । न समणुजाणेमि न कारयामि अवि नाणुजाणामि ||३५४९ ।। अण्णपि अप्पयं पिव सहसाकाराणा पयत्तंतं । इह सव्वो संगहिओ कत्ता- किरियापरंपरओ ।।३५५० ।। પચ્ચક્ખાણની અંદર એકસો સુડતાલીસ ભાંગા છે, તે જેને સારી રીતે અવગત થયા હોય, તે સામાયિકના પ્રત્યાખ્યાનમાં કુશળ કહેવાય છે, અને બાકીના સર્વે અકુશળ છે. (અહી) કેટલાક એમ કહે છે કે ગૃહસ્થોને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે, તે યોગ્ય નથી; કેમકે પ્રજ્ઞપ્તિસૂત્રમાં તેવું પચ્ચક્ખાણ વિશિષ્ટપણે કહ્યું છે. તો પછી નિર્યુક્તિમાં અનુમતીનો પણ નિષેધ શા માટે કર્યો ? એમ પૂછવામાં આવે તો તે નિષેધ સામાન્યથી સ્વવિષયમાં છે, અન્યત્ર વિશેષમાં ત્રિવિધ ત્રિવિધે પ્રત્યાખ્યાન કરવામાં શો દોષ છે ? પુત્રાદિ સંતતિના નિમિત્ત માત્રથી જ એકાદશી પ્રતિમા અંગીકાર કરનારા અને ચારિત્રાભિમુખ થયેલા ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન હોય, એમ કેટલાક કહે છે. વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરવું યોગ્ય છે; પણ અતીતકાળ સંબંધી પ્રત્યાખ્યાન શી રીતે કરી શકાય ? અને પચ્ચક્ખાણના ઓગણપચ્ચાસ ભેદ પણ કેવી રીતે કહી શકાય ? જો એ પ્રમાણે ભેદ કરવામાં આવે, તો તે શું મૃષાવાદ ન કહેવાય ? કહેવાય જ. આ પ્રમાણે કહેવામાં આવે તો, ન રોમિ ઇત્યાદિ વચનથી અતીતકાળ સંબંધી સાવધયોગને હું નિંદુ છું, એમ કહ્યું છે. અથવા અતીતકાળ સંબંધી સાવઘયોગની અનુમતિ કરું છું, એમ જે કહ્યું છે, તે નોમિ ઇત્યાદિ વચનથી અતીતકાળના સાવધયોગનું સંવરણ કરૂં છું એમ જણાવ્યું છે, અથવા સાંપ્રતકાલીન સાવધની જેમ તે અતીતકાળ સંબંધી અવિરતિથી હું વિરમું છું, એવા પ્રત્યાખ્યાન અંગીકાર કરનારાને મૃષાવાદ કેવી રીતે થાય ? ન જ થાય. ન હોમિ નારવેમિ, ન સમણુનામ એટલાથી જ વિવક્ષિત અર્થની સિદ્ધિ થાય છે, તે પછી રંતંપિન્ન એ પદ શા માટે કહ્યું છે ? એમ પૂછવામાં આવે, તો નરેમિ, નારવેમિ, ન સમબુનાળમિ એ પદથી વિવક્ષિત અર્થની સિદ્ધિ થાય છે, તે છતાં પિત્તું એમ જે સૂત્રમાં કહ્યું છે, તેમાં તં-ન્ન એ બે શબ્દની મધ્યમાં વિ શબ્દ સંભાવનાના અર્થમાં છે. જેમ સહસાકારાદિવડે સાવઘયોગમાં પ્રવર્તતા પોતાને “મેં સારૂં કર્યું” એમ અનુમોદું નહિ; પણ મિથ્યાદુષ્કૃત આપવા વડે તેથી નિવતું. તેવી રીતે પિ શબ્દથી બીજા કરનારને, કરાવનારને અને અનુમોદનારને પણ હું ન અનુમોદું. જેમ કે બીજા સાવધયોગ કરનારને ન કરાવું, બીજા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586