Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 548
________________ ભાષાંતર] યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ. [૫૪૭ ત્રિવિધકરણ કહેવાય. ત્રિવિધ કરણવડે પ્રત્યાખ્યાન કરું છું. તેન શબ્દવડે તૃતીયા વિભક્તિ કહેવાથી અહીં સાધકતમકરણ માન્યું છે. ક્યા ત્રિવિધ કરણવડે ? એમ પૂછવામાં આવે તો મન-વચન અને કાયારૂપ ત્રિવિધ કરણથી હું પ્રત્યાખ્યાન કરું છું. મનન કરવું તે મન, અથવા જેના વડે મનન કરાય તેને મન કહેવાય. તે મન દ્રવ્યથી તદ્યોગ્ય પુગલમય છે, અને ભાવમન તે મંતા (જીવ) છે. વચન તે વાણી, અથવા જે વડે બોલાય તેને વાણી કહેવાય ભાષાવર્ગણામાંથી ગ્રહણ કરેલા પુગલોને દ્રવ્યવાણીરૂપ જાણવા. અને ભાષાપણે પરિણામ પામીને બોલાતા પુદ્ગલોને ભાવવાણી કહેવાય. જીવના નિવાસથી, પુગલના અપચયથી, વિશરણ પામવાના સ્વભાવવાળું હોવાથી અને મસ્તકાદિ અવયવોને સમ્યક પ્રકારે ધારણ કરતું હોવાથી કાય' કહેવાય છે. તે દ્રવ્યકાય અને ભાવકાય એમ બે પ્રકારે છે. તેમાં જે ઔદારિકાદિ શરીરને યોગ્ય વર્ગણાગત પુદ્ગલો તે તથા થાવત્ પ્રયોગ-પરિણામ ગ્રહણ કરીને મૂકેલા પુગલોને દ્રવ્યકાય કહેવાય છે, અને જે જીવ સાથે ઔદારિકાદિ શરીરપણે બદ્ધ હોય તે ભાવકાય કહેવાય છે. મન-વચન અને કાયારૂપ એ ત્રિવિધ કરણવડે, તે પૂર્વ ત્રિવિધ સાવદ્યયોગ હું નહિ કરું, બીજા દ્વારા નહિ કરાવું, અને બીજા કરનારાને વખાણીશ નહિ. ૩પર૦ થી ૩પ૨૯. હવે બીજી રીતે ઉપરોક્ત કરણ તથા યોગનો સંબંધ જણાવે છે : पुवं व जमुट्ठि तिविहं तिविहेण तत्थ करणस्स । તિવિત્તિ' વિવરિયં મોખા વાળા 100 રૂકરૂની. तिविहमियाणिं जोगं पच्चक्नेयमणुभासए सुत्तं । किं पुणरुक्कमिऊणं जोग्गं करणस्स निद्देसो ? ॥३५३१॥ ते न जहुद्देसं च्चिय निद्देसो भण्णए निसामेहि । जोग्गरस करणतंतोवदरिसणत्थं विवज्जासो ॥३५३२।। देसियमेवं जोगो करणवसो निययमप्पहाणो त्ति । तभावे भावाओ तदभावे वप्पभावाओ ॥३५३३॥ तस्स तदाधाराओ तक्कारणओ य तप्परिणईओ । परिणतुरणत्यंतरभावाओ करणमेव तओ ॥३५३४॥ एत्तो च्चिय जीवस्स वि तम्मयया करण-जोगपरिणामा । गम्मइ नयंतराओ कयाइ, समए जओऽभिहियं ॥३५३५॥ आया चेव अहिंसा आया हिंस ति निच्छओ एस । जो होइ अप्पमत्तो अहिंसओ, हिंसओ इयरो ॥३५३६॥ आहेगत्ते कत्ता कम्मं करणं ति को विभागोऽयं । भण्णइ पज्जायंतरविसेसणाओ न दोसो त्ति ॥३५३७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586