Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 545
________________ ૫૪૪] ‘ચાવનીવા’ પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. શ્રુતભાવપ્રત્યાખ્યાન અને નોશ્રુતભાવપ્રત્યાખ્યાન. શ્રુતભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રુત પ્રત્યાખ્યાન. તેમાં પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વને પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન કહેવાય છે અને આતુર-પ્રત્યાખ્યાનાદિશ્રુતને (પૂર્વગત બાહ્ય હોવાથી) નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન કહેવાય છે. તથા શ્રુતનિષેધરૂપ શ્રુતપ્રત્યાખ્યાન પણ મૂલોત્તર ભેદે બે પ્રકારે છે. અહીં ‘સર્વ' શબ્દથી તે દરેક અને દેશથી એમ બે બે ભેદે માનેલું છે. ૩૫૦૨ થી ૩૫૦૭. હવે 'ચાવચ્નીવયા' પદની વ્યાખ્યા કરે છે ઃ जीवोत्ति जीवणं पाणधारणं जीवियं ति पज्जाया । गहियं न जीवदव्वं गहियं वा पज्जयविसिद्धं ॥३५०८|| T इहरा जावज्जीवं ति जीवदव्वग्गहणे मयस्सावि । पच्चक्खाणं पावइ गहियमओ जीवियं तं च ।। ३५०९ ।। नामं ठवणा दविए ओहे भव तब्भवे य भोगे य । संजम - S संजम - जस जीवियमिइ तव्विभागोऽयं ॥ ३५१०|| Jain Education International दव्वे हिरण्ण-भेसज्ज - भत्त पुत्ताइं जीवियनिमित्तं । जं दव्वजीवियं तं दव्वस्स व जीवियमवत्था ।। ३५११ ।। आउस्सद्दव्वतया सामन्नं पाणधारणमिहोहो । भवजीवियं चउद्धा नेरड्याईण जावत्था ।। ३५१२ ।। तब्भव जीवियमोरालियाण जं तब्भवोववन्नाणं । चक्कहराईणं भोगजीवियं सुखराणं च ।। ३५१३।। संजमजीवियमिसीणं असंजमजीवियमविरयाणं । जसजीवियं जसोनामओ जिणाईण लोगम्मि || ३५१४ ।। नरभवजीवियमहिगयं विसेसओ सेसयं जहाजोगं । जावज्जीवामि तयं ता पच्चक्खामि सावज्जं ।।३५१५।। ગાથાર્થ :- (યાવજ્જીવપર્યંત સર્વસાવદ્યયોગનો ત્યાગ કરૂં છું, એવો અર્થ અહીં ઈષ્ટ છે. તેમાં જીવ એટલે જીવન-પ્રાણ ધારણ અને જીવિત એ તેના પર્યાય શબ્દો છે. અહીં જીવદ્રવ્ય નથી ગ્રહણ કર્યું, કેમકે તેથી વક્ષ્યમાણ દોષો પ્રાપ્ત થાય છે. જીવદ્રવ્ય ગ્રહણ કર્યું હોય, તો પણ તે આ ભવના જીવિતપર્યાવિશિષ્ટ ગ્રહણ કર્યા છે. (આ ભવના જીવનપર્યંત પ્રત્યાખ્યાન કરૂં છું, એમ સમજવું. આ ભવનું જીવન પૂર્ણ થયા પછી નહીં.) અન્યથા “યાવજ્જીવ” શબ્દથી જીવદ્રવ્ય ગ્રહણ કરવામાં આવે, મરણ પામ્યા પછી પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય, (કેમકે અવિશિષ્ટ જીવદ્રવ્ય સર્વદા વિદ્યમાન હોય છે.) આ કારણથી ‘જીવ’ શબ્દથી ‘જીવિત’ ગ્રહણ કર્યું છે અને તે જીવિત નામ-જીવિત, સ્થાપના-જીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવજીવિત, તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત, અને અસંયમજીવિત, એમ દસ ભેયુક્ત છે. નામ અને સ્થાપના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586