Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 543
________________ ૫૪૨) “સર્વ, સાવધ અને યોગ' શબ્દની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નથી, તેથી તે સર્વ નિરવશેષ કહેવાય. તથા જેમકે, સર્વે અસુરો કૃષ્ણ વર્ણવાળા છે, અથવા જેમ સર્વ જ્યોતિષિ દેવો તેજોલેશ્યાવાળા છે. અહીં અસુરો અને જ્યોતિર્ષિ દેવો સર્વ દેવોનાં એક દેશમાં છે, તે દરેકમાં યથાસંખ્ય કૃષ્ણવર્ણ અને તેજલેશ્યા છે, તેથી તે દરેકે દેશનિરવશેષસર્વ કહેવાય. આ જગતમાં જે કંઈ છે, તે સર્વ જીવો અને અજીવો જ છે, તેને જે કારણથી ધારી રાખે છે, તે કારણથી તે સર્વધરં કહેવાય છે, અહીં સર્વ જીવાજીરૂપ વિવક્ષા તે સર્વવત્ત સર્વ કહેવાય છે; કેમકે એ જીવાજીવ સિવાય જગતમાં બીજું કંઈ છે જ નહિ. દ્રવ્ય-સર્વાદિનો પરસ્પર શો ભેદ છે ? એમ પૂછવામાં આવે, તો દ્રવ્યસર્વ એક દ્રવ્યાપારવાળું છે તેથી બીજા સર્વથી ભિન્ન છે. આદેશસર્વ એક-અનેક દ્રવ્યાપારવાળું હોવાથી ઉપચારભેદે બીજાઓથી ભિન્ન છે. અશેષસર્વ એક જાતીય વિષયવાળું હોવાથી બીજાઓથી અન્ય છે અને સર્વધરાસર્વ સર્વ વસ્તુના આધારભૂત હોવાથી પૂર્વના બધા સર્વથી ભિન્ન છે. શુભાશુભ કર્મના ઉદયનો સ્વભાવ તે ઔદયિકભાવસર્વ, મોહોપશમનો સ્વભાવ તે ઔપશમિકભાવસર્વ, કર્મક્ષયનો સ્વભાવ તે ક્ષાયિકભાવસર્વ, કર્મનો ક્ષયોપશમ ભાવ તે મિશ્રભાવસર્વ, અને સર્વ દ્રવ્યની પરિણતિરૂપ તે પારિણમિકભાવસર્વ કહેવાય છે. અહીં “સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરૂં છું.” એ સંબંધમાં સપ્તવિધ સર્વમાંથી વિશેષ કરીને નિરવશેષ-સર્વ અધિકૃત છે, બાકીના છ સર્વ યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં યોજવા. હવે “સાવદ્ય પદની વ્યાખ્યા કરે છે. જે ગહિત, તથા નિંદ્ય હોય, તેને અવદ્ય કહેવાય. તે અવદ્ય એટલે પાપ, તે પાપથી સહિત જે હોય, તેને સાવદ્ય કહેવાય. ૩૪૮૪ થી ૩૪૯૬. હવે બીજા પ્રકારે “સાવદ્ય” શબ્દની તથા યોગ' શબ્દની વ્યાખ્યા કરે છે : अहवेह वज्जणिज्जं वज्जं पावं ति सहसकारस्स । दिग्घत्तादेसाओ सह वज्जेणं ति सावज्जं ॥३४९७॥ जोगो जोयणमायकिरिया समाधाणमायवावारो । जीयेण जुज्जए वा जओ समाहिज्जए सो त्ति ॥३४९८॥ जं तेण जुग्गए वा स कम्मुणा जं ण जुज्जए तम्मि । तो जोगो सो य मओ तिविहो कायाइवादारो ॥३४९९।। सब्बो सावज्जो त्ति य जोगो संवज्झए तयं सव्वं । सावज्जं जोगं ति य पच्चक्खामि त्ति वज्जेमि ॥३५००।। पइसद्दो पडिसेहे अक्खाणं खावणाऽभिहाणं वा । पडिसेहस्सक्खाणं पच्चक्खाणं नियत्ति त्ति ॥३५०१॥ ગાથાર્થ - અહીં વર્જવાયોગ્ય-તજવાયોગ્ય જે હોય તેને પાપ કહેવાય. તે વર્યસહિત ૨ હોય તે સવર્ય, સહશબ્દના સકારનો દીર્ઘ આદેશ કરવાથી સાવર્યસાવદ્ય થાય. જોડવું યોગ અથવા આત્માનું ચલનાદિ ક્રિયા સાથે સમ્યક પ્રકારે જોડાવું તેને યોગ કહેવાય. (સકર્મક આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586