Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 531
________________ ૫૩૦] નક્ષત્ર, ગણસંપદા અને અભિવ્યવહારદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગાથાર્થ :- મૃગશિર, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વનક્ષત્ર, મૂળ, અશ્લેષા, હસ્ત, તથા ચિત્રા નક્ષત્રોમાં સામાયિક આપવું, કેમકે એ દસ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે, પણ સંધ્યાગત, જ્યાં સૂર્ય રહે છે, અથવા જે નક્ષત્રમાં સૂર્ય હોય તેનાથી ચૌદમું યા પંદરમું નક્ષત્ર તે સંધ્યાગત નક્ષત્ર કહેવાય. રવિગત, (જેમાં સૂર્ય રહે તે) વિકેર, (પૂર્વ દિશામાં જવાનું હોય છતાં પશ્ચિમ તરફ જતું હોય તે) સંગ્રહ, (ક્રૂર ગ્રહથી અધિષ્ઠિત) વિલંબી (સૂર્યે ભોગવીને મૂકી દીધું હોય તે) રાહુહત (જ્યાં રાહુથી ગ્રહણ થયું હોય) અને ગ્રહભિન્ન (ગ્રહથી ભેદાએલું હોય.) એ સાત પ્રકારનાં દુષ્ય નક્ષત્ર વર્જવાં. (તેમાં સામાયિક ન આપવું.) પ્રિયધર્મી, દેઢધર્મી, સંવિગ્ન, પાપથી ભીરૂ, અશઠ, ક્ષમાવાન, દાન્ત, ગુપ્તિવાન, સ્થિરવૃતી, જિતેન્દ્રિય, સરળ, અશઠ એટલે તુલા સમાન મધ્યસ્થ, સમિતિવાળો અને સાધુની સંગતિમાં આસક્ત ઈત્યાદિ ગુણસંપદાયુક્ત શિષ્ય સામાયિકને યોગ્ય છે અને શેષ=બીજા અયોગ્ય છે. કાલિકશ્રુતમાં હું આ સાધુને આ અંગ-અધ્યયન આદિરૂપ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થથી વંચાવું, ઈત્યાદિ (ગુરુ-શિષ્યની ઉક્તિ-પ્રયુક્તિ તે) અભિવ્યવહારનય જાણવો. એ જ પ્રમાણે દૃષ્ટિવાદમાં પણ ગુણ, દ્રવ્ય, અને પર્યાય વડે ગુરુના કહ્યા બાદ શિષ્ય કહે - આપે મને એ કહ્યું હવે અનુશાસ્તિ ઈચ્છું છું. ૩૪૦૮ થી ૩૪૧૩. હવે “કરણ કેટલા પ્રકારનું છે ?” તે કહે છે. करणं तब्वावारो गुरु-सीस्साणं चउब्विहं तं च । उद्देसो वायणया तहा समुद्देसो समुद्देसमणुन्ना ॥३४१४॥ नणु भणियमणेगविहं पुलं करणमिह किं पुणो गहणं । तं पुब्बगहियकरणं इदमिह दाणग्गहणकाले ॥३४१५।। पुबमविसेसियं वा इह गुरु-सीसकियाविसेसाओ । करणावसरो वाऽयं णेगंतत्थं तु वच्चासो ॥३४१६॥ ગાથાર્થ - ગુરુ-શિષ્યનો સામાયિક સંબંધી વ્યાપાર તે કરણ છે, તે કરણ ઉદ્દેશવાચના-સમુદ્દેશ અને અનુજ્ઞા એમ ચાર પ્રકારે છે. પૂર્વે નામાદિ અનેક પ્રકારે કરણ કહ્યું છે, છતાં અહીં પુનઃ શા માટે તેના ભેદ કહો છો ? એમ પૂછવામાં આવે તો પૂર્વે પ્રથમ ગ્રહણ કરેલ સામાયિકનું કરણ કહ્યું છે અને અહીં ગુરુ-શિષ્યના દાન-ગ્રહણ સમયે ઉદ્દેશાદિ વિધિવડે સાધ્ય કરણ કહ્યું છે. અથવા પૂર્વે અવિશેષકરણ કહ્યું છે અને અહીં ગુરુ-શિષ્યોક્ત ક્રિયાવિશેષથી વિશેષકરણ કહ્યું છે અથવા ગુરુ-શિષ્યની ઉક્તિ-પ્રયુક્તિ વખતે જ સામાયિકનું કરણ કહેવાનો આ અવસર છે. તો પૂર્વે શા માટે કહ્યું ? એમ કહેવામાં આવે તો એવો કંઈ નિયમ નથી, કે જે અન્યત્ર કહેવાનું હોય, તે અહીં ન કહેવાય. કેમકે સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી વ્યત્યાસ પણ થાય. (અસ્થાને પણ કહી શકાય.) ૩૪૧૪ થી ૩૪૧૬. હવે સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ? તે દ્વાર કહે છે : लब्भइ कहं ति भणिए सुयसामइयं जहा नमोक्कारो । सेसाइं तदावरणक्खयओ समओऽहवोभयओ ॥३४१७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586