Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 536
________________ ભાષાંતર]. “મન્ન” શબ્દના પર્યાયશબ્દોની વ્યાખ્યા. [૫૩૫ जं च सियं रोहिंतो अणुग्गहरूवं तओ सुहं तं च । अभयाइ तप्पयाया सुहमिह तब्भत्तिभावाओ ॥३४:४५॥ ગાથાર્થ - મદ્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે, તેનો આ “ભદન્ત' શબ્દ બનેલો છે. તેથી ભદન્ત એટલે કલ્યાણ અને સુખ. તેમાં કલ્યાણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. કલ્ય એટલે નિશ્ચિત આરોગ્ય, તે આરોગ્ય તથ્ય અને નિરૂપચરિત એવું નિર્વાણ સમજવું. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિર્વાણનાં કારણભૂત જ્ઞાનાદિ ત્રણ તે આરોગ્ય સમજવું. અણુ ધાતુ શબ્દાર્થ અથવા ગત્યર્થમાં છે તેથી “કલ્ય” એટલે થોક્ત આરોગ્ય “અણતિ એટલે પોતે પામે, અને બીજાને પમાડે. અથવા પોતે જાણે અને બીજાને જણાવે. અણુ ધાતુના અર્થનો શબ્દાર્થ લઈએ તો યથોક્ત આરોગ્ય પોતે કહે અને બીજાને કહાવે, તેથી તે કલ્યાણ કહેવાય. એ કલ્યાણરૂપ અહીં આચાર્ય જાણવા. અથવા વસ્ત્ર ધાતુ શબ્દ અને સંખ્યા અર્થમાં છે; તેનો નિપાત કરવાથી કલ્યાણ થાય, તેથી શબ્દશાસ્ત્ર અને સંખ્યાન એટલે ગણિતને જે અણતિ એટલે જાણે અથવા જણાવે તેને કલ્યાણગુરુ કહેવાય. હવે સુખ શબ્દનો અર્થ ઘટાવે છે. સુ શબ્દ પ્રશંસાર્થે છે, સ્વનિ એટલે ઈન્દ્રિયો. જેની ઈન્દ્રિયો શુદ્ધ હોય, અથવા જેની ઈન્દ્રિયો વશ હોય તેને સુખ માનેલ છે, કેમકે જે અજિતેન્દ્રિય હોય તેને અસુખ માનેલ છે. અથવા સુખ એટલે તથ્ય=વાસ્તવિક સુખ નિર્વાણ જાણવું, બાકીનું સંસારી સુખ ઉપચરિત માનેલ છે. અથવા તેવા સુખનું કારણ જે ગુરુ તે જ સાચું સુખ છે. જેમ અન્ન એ પ્રાણ કહેવાય છે.” તેમ અહીં પણ સમજવું. અથવા કરણભૂત ઈન્દ્રિયોવડે જે સારી રીતે પ્રાપ્ત થયું હોય તેને સુખ કહેવાય. તે સુખ અહીં અભયદાનાદિ અનુષ્ઠાનો આત્માના અનુગ્રહરૂપ જાણવા. તે અભયદાનાદિ આપનાર પણ તદ્ભક્તિભાવથી અહીં સુખ કહેવાય છે. ૩૪૩૯ થી ૩૪૪૫. હવે મત્ત શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા કરે છે : अहवा भय सेवाए तस्स भयंतो त्ति सेवए जम्हा । सिवगइणो सिवमग्गं सेब्बो य जओ तदत्थीणं ॥३४४६॥ अहवा भा भाजो वा दित्तीए तस्स होइ भंतो त्ति । भाजंतो चायरिओ सो नाण-तवोगुणजुईए ॥३४४७॥ अहवा भंतोऽवेओ जं मिच्छत्ताइबंधहेऊओ। ૩દવેસરિયામ વિન્ગ સે તે માવંતો રૂ૪૪૮ नेरयाइभवस्स व अंतो जं तेण सो भवंतो त्ति । अहवा भयरस अंतो होइ भयंतो भयं तासो ॥३४४९॥ नामाइ छब्विहं तं भावभयं सत्तहेहलोगाई। इहलोगजं सभवओ परलोगभयं परभवाओ ॥३४५०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586