Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 539
________________ ૫૩૮] “ભંતે” પદથી આત્મ-આમંત્રણ. विणओवयारमाणस्स भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराण य आणा सुयधम्माराहणा किरिया || ३४६९ || Jain Education International ગાથાર્થ ઃ- “રેમિ ભંતે ! સામાÄ” એ પદથી શિષ્ય ગુરૂને આમંત્રણ કરે છે, આ ગુરૂનું આમંત્રણ વચન પ્રથમ કહેલું છે, છતાં ફરી અહીં શા કારણથી કહેવામાં આવે છે ? એમ પૂછવામાં આવે તો કહીએ છીએ કે-ગુરૂકુળવાસમાં વસતા, ગુણગ્રહણ કરવા માટે ગુણાર્થી શિષ્ય નિત્ય ગુરૂકુળવાસી થાય છે. જે માટે કહ્યું છે કે - ગુરૂકુળવાસી જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય છે; તેઓને ધન્ય છે, કે જેઓ જીવનપર્યંત ગુરૂકુળવાસને મૂકતા નથી. ગીતાર્થ પાસે વાસ, ધર્મમાં રતિ, અનાયતન=આનંદ-વર્જન, અને ક્રોધાદિ કષાયનો નિગ્રહ કરવો. ધીરપુરૂષોનું શાસન છે. વળી કારણવશાત્ અન્યવસતિમાં જુદા રહેનારાને પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પણ ગુરૂના ચરણ સમીપે કરવી જોઈએ. એ જ પ્રમાણે બીજા પણ સર્વ શુભ અનુષ્ઠાનો ગુરૂને પૂછીને કરવા, એમ આમંત્રણ-વચનથી જણાવેલું છે. કારણકે સર્વ આવશ્યકોમાં સામાયિક નામનું આવશ્યક પહેલું છે, અને આ ‘ભદંત’ શબ્દ પણ તેની આદિમાં છે. તેથી મિ ભંતે ! એ વચન સર્વ આવશ્યકોમાં અનુસરે છે. વિનયની પ્રાપ્તિ માટે કરવાયોગ્ય કે નહિ કરવાયોગ્ય સર્વ ઉચિત આચાર ગુરૂમહારાજ જાણે છે. તેથી તેમને પૂછ્યા વિના ઉશ્વાસાદિ મૂકવાનો પણ નિષેધ કર્યો છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિનેશ્વરના બિંબની સેવા અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરૂનો વિરહ હોય ત્યારે ગુરૂનો ઉપદેશ બતાવવાને ગરૂની સ્થાપનાની સેવા અને આમંત્રણ સફળ થાય છે. જેમ પરોક્ષ રાજા અથવા મંત્રદેવતાની સેવા સફળ થાય છે, તેમ પરોક્ષ એવા ગુરૂની સેવા પણ વિનયનો હેતુ છે. અથવા ગુરૂગુણના જ્ઞાનોપયોગથી વિનયમૂળ ધર્મનો ઉપદેશ બતાવવાને અહીં ભાવગુરૂનો સમાદેશ કર્યો છે. જે માટે કહ્યું છે, કે વિનય એ જિનશાસનમાં ધર્મનું મૂળ છે, વિનીત હોય તે સંયમી થાય છે. વિનયથી રહિત હોય તેને ધર્મ અને તપ ક્યાંથી પ્રાપ્ત થાય ? વિનયોપચાર મનથી (કરેલી) ગુરુજનની ભક્તિ અને પૂજન તીર્થંકરોની આજ્ઞાશ્રુતધર્મની આરાધના અને ક્રિયા એ સર્વ સફળ થાય છે. ૩૪૫૭ થી ૩૪૬૯, અથવા અંતે ! એ પદથી આત્મ-આમંત્રણ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ आयामंतणमहवाऽवसेसकिरियाविसग्गओ तं च । सामाइएगकिरियानियामगं तदुवओगाओ || ३४७०॥ एवं च सव्वकिरियाऽसवन्नया तदुवउत्तकरणं च । वक्खायं होड़ निसीहियादि किरिओवओगु व्व ॥ ३४७१ || अहवा जहसंभवओ भदंतसद्दो जिणाइसक्खीणं । आमंतणाभिधाई तस्सक्खिज्जे थिरव्वयया ।। ३४७२ || गहियं जिणाइसक्खं मए ति तलज्ज - गोरख भयाओ । सामाइयाइयारे परिहरओ तं थिरं होई || ३४७३।। For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586