Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 535
________________ પ૩૪] “મન્ન” શબ્દની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ગાથાર્થ :- અમારા મતે આત્મા જ સામાયિકનો કર્તા છે, સામાયિક કરાતું હોવાથી કર્મ છે, તે પણ આત્મા જ છે, અને મન વગેરે કરણ પણ આત્મા જ છે. માટે કર્તા-કર્મ-અને કરણ એ ત્રણે આત્મપરિણામરૂપ હોવાથી એક જ છે. કારણ કે સામાયિક જ્ઞાનાદિ સ્વભાવરૂપ છે, અને મન વગેરે કરણનો યોગ કહેલ છે, એ ઉભય આત્માના પરિણામ છે, પરિણામ તે પરિણામવાન આત્માથી અનન્યરૂપે હોય છે. તેથી આત્માસામાયિક અને ર શબ્દથી મન વગેરે કરણ એ ત્રણ પરસ્પર ભિન્ન નથી. જો ભિન્ન નથી, તો તેનો નાશ થતાં જીવનો પણ નાશ થાય, એમ હમણાં જ કહ્યું છે. જો સામાયિકાદિરૂપ પર્યાયનો નાશ થતાં, તે પર્યાયરૂપે નાશ ન પામે તો શો દોષ છે ! કંઈ જ નહિ. સર્વથા જીવનો વિનાશ નથી થતો; કેમકે તે ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્યસ્વભાવરૂપ અનંત પર્યાયવાળો છે. (એટલે એક સામાયિકાદિ પર્યાયનો નાશ થતાં સર્વથા તેનો નાશ કેવી રીતે થાય? બાકીના અનંત પર્યાયોથી તો સદા અવસ્થિત જ છે.) એ જ પ્રમાણે સર્વ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને વસ્તુરૂપે સદા અવસ્થિત રહે છે. એમ માનવાથી જ સુખદુઃખ-બંધ-મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે તથા એક જ વસ્તુ-પરિણામના વશથી જુદા જુદા કારકપણાને પામે છે. કેમકે વિવક્ષાથી કારક બને છે, તેથી કારકસંકરાદિ દોષ પણ નથી લાગતા. જેમ વિશીર્યમાણ ઘટ (વિશરણ ક્રિયાના કર્તાપણાને લીધે) કર્તા થાય છે, તે જ ઘટ વિશરણ ક્રિયાના વ્યાપ્યપણાવડે કર્મ થાય છે, ઘટપર્યાયવડે લીશી થાય છે, તેથી તે જ ઘટકરણ થાય છે, એ પ્રમાણે એક જ પદાર્થ વિવફાવડે વિવિધ કારકભાવને પામે છે. અથવા જેમ જ્ઞાનથી અનન્ય એવો જ્ઞાની આત્મા સ્વઉપયોગ કાળમાં એક છતાં પણ ત્રણ સ્વભાવવાળો છે. (સ્વઉપયોગમાં ઉપયોગવંત હોવાથી કર્તા છે, સંવેદ્યમાનપણાથી કર્મ છે, અને કરણભૂત જ્ઞાનથી અનન્ય હોવાને લીધે કરણ છે.) એ જ પ્રમાણે સામાયિકનો કારક પણ કર્તા-કર્મ-અને કરણરૂપ જાણવો. ૩૪૩૧ થી ૩૪૩૮. હવે “ભક્ત !” એ બીજા શબ્દની વ્યાખ્યા કરે છે : भदि कल्लाण-सुहत्थो घाऊ तस्स य भदंतसद्दोऽयं । स भदंतो कल्लाणो सुहो य कल्लं किलारुग्गं ॥३४३९।। तं तच्चं निब्वाणं कारणं कज्जोवयारओ वावि । तस्साहणमणसद्दो सद्दत्थो अहव गच्चत्थो ॥३४४०॥ कल्लमणइ ति गच्छड गमयड व बज्झड व बोहयड व त्ति । भणइ भणावेइ व जं तो कल्लाणो स चायरिओ ॥३४४१॥ अहवा कल सद्दत्यो संखाणत्यो य तस्स कल्लं ति । सदं संखाणं वा जमणइ तेणं च कल्लाणो ॥३४४२।। सुपसंसत्थो खाणिंदियाणि सुद्धिंदिओ सुहोऽभिनओ। वरिंसदिओ जमुत्तं असुहो अजिइंदिओऽभिमओ ॥३४४३॥ सुहमहवानिव्वाणं तच्चं सेसमुवयारओऽभिमयं । तरसाहणं गुरु त्ति य सुहमन्ने पाणसण्ण ब्व ॥३४४४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586