Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 532
________________ ભાષાંતર] સામાયિકપદના શંકા-સામાધાન. [૫૩૧ नणु भणियमुवक्कमया खओवसमओ पुणो उवग्याए । નરમ રં તિ મળશે રૂદં રહું છ પુરે પુછા? રૂ૪૨૮ भणिए खओवसमओ स एव लब्भइ कहं उवग्याए । सो चेव खओवसमो इह केसि होज्ज कम्माणं ! ॥३४१९।। ગાથાર્થ - કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય ? (એમ પૂછવામાં આવે તો નમસ્કારની જેમ શ્રુતસામાયિક પ્રાપ્ત થાય છે, અને શેષ સામાયિક તદાવરણકર્મના ક્ષયથી, ઉપશમથી અથવા ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. પૂર્વે ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમથી સામાયિક પ્રાપ્ત થાય છે, તે પછી ઉપોદ્દાદ્વારમાં પણ “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય? એમ કહ્યું હતું, તે છતાં ફરી અહીં એ જ પૃચ્છા શા માટે કરવામાં આવે છે? એમ કહેવામાં આવે, તો ઉપક્રમમાં સામાયિક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, ઉપોદઘાતમાં તે જ ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? (એ જણાવ્યું છે) અને તે ક્ષયોપશમ કયા કર્મોનો થાય છે ? એ પણ જણાવ્યું છે. ૩૪૧૭ થી ૩૪૧૯. - વિવેચન - સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય? એમ પૂછવામાં આવે, તો જેમ મ સુચના વર ઈત્યાદિ ગાથાત્રય વડે નમસ્કારની પ્રાપ્તિ કહી છે, તેમ શ્રુત સામાયિકની પણ પ્રાપ્તિ સમજવી, કેમકે નમસ્કાર શ્રુત અન્તર્ગત છે. સમ્યગુષ્ટિ જીવોને નમસ્કાર પ્રાપ્ત થાય છે, એટલા કારણથી ઉપરથી ત્યાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ કહેલ છે, મુખ્યવૃત્તિએ તો નમસ્કાર શ્રુતરૂપ હોવાને લીધે કૃતાવરણકર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે શ્રુતસામાયિક પણ મતિ-શ્રુતાવરણના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. બાકીનાં સમ્યકત્વસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક યથાસંભવ તદાવરણીયકર્મના ક્ષયથી - ઉપશમથી અથવા ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. શિષ્ય :- ભગવન્! પૂર્વે ઉપક્રમદ્વારમાં “મારે ૩ોવસમg” – વયસીયા તથ વસથી-વારવિ સાથે.” ઈત્યાદિ ગાથાઓમાં તદાવરણીયકર્મના ક્ષયોપશમથી અને ક્ષયાદિથી સમ્યકત્વાદિ સામાયિકનો લાભ થાય છે એમ કહ્યું હતું. તે પછી ઉપોદ્દાદ્વારમાં વિંદ વહેં ઈત્યાદિ ગાથામાં “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય?” એમ કહ્યું હતું, તે પછી પુનઃ અહીં “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય એમ ફરી પૃચ્છા કરવામાં આવે છે, તેનું કારણ શું ? આચાર્ય :- માવે અવસમજી ઈત્યાદિ ગાથાઓ છે. ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમાદિ હેતુવડે સામાયિક પ્રાપ્ત થાય છે, એમ કહેલું છે. તે પછી ઉપોદ્દાતદ્વારમાં “એ ક્ષયોપશમાદિ હેતુ કેવી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યાદિ સામગ્રીથી પ્રાપ્ત થાય.” એમ કહેલું છે, અને અહીં એ ક્ષયોપશમાદિ કયા કર્મનાં થાય ? તેનો વિચાર કર્યો છે. આ પ્રમાણે વિષય-વિભાગથી જુદા જુદા ત્રણ સ્થળે ઉલ્લેખ કર્યો છે. ૩૪૧૭ થી ૩૪૧૯. હવે “રોમિ મત્ત સીમાચિવ” એ સંબંધમાં શિષ્યની શંકા અને સમાધાન કહે છે :(૪૮૬) વારો રેતો ક્રિષ્ન તુ શીર તેvi ! किं कारओ य करणं च होइ अन्नं अणन्नं ते ? ॥३४२०।१०४६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586