________________
ભાષાંતર) કમલા,
[૪૯૩ પશ્ચાનુપૂર્વીક્રમ પણ નથી, કેમકે અપ્રધાનપણાને લીધે સાધુઓનો નમસ્કાર પ્રથમ નથી કહ્યો, પણ સર્વને અંતે જ કહ્યો છે, જો તેઓનો નમસ્કાર પ્રથમ કહીને છેલ્લે સિદ્ધોનો નમસ્કાર કહ્યો હોત, તો પશ્ચાનુપૂર્વીક્રમ થાય; પરંતુ તેમ નથી, માટે પશ્ચાનુપૂર્વીક્રમ નથી, તે જ પ્રમાણે પૂર્વાનુપૂર્વીક્રમ પણ નથી. જો પૂર્વાનુપૂર્વીક્રમ હોય, તો પ્રથમ સિદ્ધાદિકના નમસ્કારનો ક્રમ યોગ્ય છે કેમકે સિદ્ધો કૃતાર્થ છે. પણ જિનો નથી. વળી જિનેશ્વરોને પણ સિદ્ધો પૂજ્ય છે, કેમકે નિષ્ક્રમણ= દીક્ષા સમયે તેઓ તેમને નમસ્કાર કરીને સર્વવિરતિ સામાયિક અંગીકાર કરે છે, અને જો પશ્ચાનુપૂર્વક્રમ હોય, તો પ્રથમ સાધુથી પ્રારંભીને સિદ્ધપર્વતના નમસ્કારનો ક્રમ કહેવો જોઇએ. આ બેમાંથી એકેય પ્રકાર નથી, તેથી પશ્ચાનુપૂર્વી કે પૂર્વાનુપૂર્વીક્રમ નથી.
આચાર્ય - તારી માન્યતા અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર સિદ્ધ ભગવંતો કેવળ આગમગમ્ય હોવાથી અરિહંતના ઉપદેશથી જ જણાય છે, તેથી અહદાદિ નમસ્કારનો પૂર્વાનુપૂર્વીક્રમ જ યોગ્ય છે. કૃતકૃત્યપણું પણ અરિહંતોને પ્રાયઃ સમાન જ છે, કેમકે સિદ્ધ થવામાં તેમને બહુ કાળનું વ્યવધાન નથી. વળી અહંન્નમસ્કાર પૂર્વક જ સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, તેથી વસ્તુતઃ અહતો પણ સિદ્ધને નમસ્કાર કરવા યોગ્ય છે.
શિષ્ય :- ભગવન્! જો એમ હોય, તો આચાર્યાદિ વડે પૂર્વાનુપૂર્વક્રમ પ્રાપ્ત થશે, કેમકે અહંતો પણ આચાર્યના ઉપદેશવડે જ જણાય છે. અન્યથા જેના ઉપદેશથી જે જણાય તેનું પ્રાધાન્ય અને ઇતરનો ગૌણભાવ એ કથન અનેકાન્તિક થશે. - આચાર્ય :- અહીં વસ્તુતઃ સમાન બળવાળા અહંત અને સિદ્ધનો વિચાર કરવો એ જ વધુ શ્રેય છે, કેમકે તેઓ જ આ સ્થળે મુખ્યપદવર્તી છે. આચાર્યો તો અરિહંતની પર્ષદા સમાન છે, તેથી કોઈ પ્રથમ પર્ષદાને નમસ્કાર પછી રાજાને નમસ્કાર નથી કરતું, પણ પ્રથમ રાજાને જ નમસ્કાર કરીને પછી પર્ષદાને નમસ્કાર કરે છે. માટે આચાર્યાદિથી પૂર્વાનુપૂર્વીક્રમ માનવો તે યોગ્ય નથી.
શિષ્ય - આપનું કથન પણ મને બરાબર નથી સમજાતું. કેમકે ગૌતમાદિ ગણધરો જિનેશ્વરના ઉપદેશથી સિદ્ધ-આચાર્ય વગેરેને જાણે છે અને શેષ ગણધર શિષ્ય-પ્રશિષ્યાદિ પોતપોતાના ગુરૂના ઉપદેશથી સિદ્ધાદિકને જાણે છે. તેથી કેટલાકને આપના અભિપ્રાયાનુસાર આચાર્યાદિનો પૂર્વાનુપૂર્વીક્રમ થશે અને કેટલાકને અહંદાદિનો ક્રમ પ્રાપ્ત થશે. અથવા તે ભગવાન જ ગણધરોના આચારને પ્રવર્તાવનાર હોવાથી આચાર્ય છે, તેથી આપના મતાનુસાર સર્વ સાધુઓને આચાર્યાદિનો ક્રમ જ પ્રાપ્ત થશે.
આચાર્ય - આચાર્ય વગેરે અહંદાદિનો ઉપદેશ કરે છે, તો પણ જે પ્રથમ ઉપદેશનું ગ્રહણ ગણધરોને થાય છે, તે અરિહંતોથી જ થાય છે શેષ આચાર્ય ઉપાધ્યાય આદિથી નથી થતું; વળી આચાર્ય વગેરે સર્વ અરિહંતોએ કહેલું જ ઉપદેશે છે, પણ સ્વતંત્રપણે નથી ઉપદેશતા અથવા આચાર્ય વગેરેને ઉપદેશથી અરિહંતાદિક જણાય છે એમ માનીએ, તો પણ તેમાં અહંદાદિનો ક્રમ જ યોગ્ય છે, કારણકે જિનેશ્વર અરિહંત-આચાર્ય-અને ઉપાધ્યાયરૂપ છે. અષ્ટ મહાપ્રતિહાર્યાદિ અતિશયના યોગથી અહેતુ છે, તત્ત્વોપદેશાદિ કરવાથી આચાર્ય છે અને ઇન્દ્રિય, કષાય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org