Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 527
________________ પ૨૬] ક્યા દ્રવ્યોમાં સામાયિક કરાય છે ?' તે દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ दव्वेसु केसु कीरइ सामइयं नेगमो मणुण्णेसु । सयणाइएसु भासइ मणुण्णपरिणामकारणओ ॥३३८५।। नेगंतेण मणुन्नं मणुन्नपरिणामकारणं दव् । fમવાર૩રો, સેસી વિંતિં તો સવસુ રૂ૩૮દા नणु भणियमुवग्याए केसु त्ति इहं कओ पुणो पुच्छा ? । સુ ત્તિ તત્ય વિસ૩ ફુટ સુ કિસ તમો રૂ૩૮છો तो किह सबदबावत्थाणं जाइमित्तवयणाओ। ઘમાવિવાદારો સવા કરોડરર્સ રૂિ૩૮૮ विसओ व उवग्याए केसु त्ति इहं स एव हेउ त्ति । सद्धेय-नेय-किरियानिबंधणं जेण सामइयं ॥३३८९॥ अहवा कयाकयाइसु कज्जं केण कयं व कत्तत्ति । केसु त्ति करणभावो तइयत्थे सत्तमि काउं ॥३३९०॥ ગાથાર્થ - ક્યા દ્રવ્યોમાં સામાયિક કરાય છે? નૈગમનય કહે છે કે આસન-શયનાદિ મનોજ્ઞ દ્રવ્યોમાં રહેલાને સામાયિક કરાય છે; કેમકે તે મનોજ્ઞપરિણામના કારણભૂત છે. સંગ્રહાદિ શેષનયો કહે છે કે એકાન્ત મનોજ્ઞ દ્રવ્ય જ મનોજ્ઞ પરિણામનું કારણ છે એમ નહિ, કેમકે મનોજ્ઞ દ્રવ્યમાં હોવા છતાં પણ કોઈકને અમનોજ્ઞ પરિણામ થાય છે, અને કોઈકને અમનોજ્ઞ દ્રવ્યમાં પણ મનોજ્ઞ પરિણામ થાય છે. એ પ્રમાણે વ્યભિચાર દોષ આવે છે, તેથી સર્વ દ્રવ્યોમાં રહેલાને સામાયિક કરાય છે - થાય છે. પૂર્વ ઉપઘાતમાં “શામાં સામાયિક થાય છે ?”એમ કહેલું જ છે, તે છતાં પુનઃ અહીં એ પ્રશ્ન શા માટે કરવામાં આવે છે ? ત્યાં ક્યા દ્રવ્ય-પર્યાયો સામાયિકનાં વિષયરૂપ છે ? એમ કહ્યું છે; અને અહીં ક્યા દ્રવ્યોમાં રહેલાને સામાયિકનો લાભ થાય? એમ કહ્યું છે. એટલો તફાવત તેમાં અને આ પ્રશ્નમાં છે. શેષ સંગ્રહાદિનયો કહે છે કે સર્વ દ્રવ્યોમાં રહેલાને સામાયિક થાય છે, પણ એ કથનથી સર્વ દ્રવ્યોમાં સામાયિકનું અવસ્થાન કેવી રીતે હોઈ શકે? કોઈ પણ વસ્તુ આકાશાદિ સર્વ દ્રવ્યોમાં નથી રહેતી. એ પ્રમાણે પૂછવામાં આવે, તો જાતિમાત્ર વચનથી અહીં સર્વ દ્રવ્ય કહેલ છે, સર્વ દ્રવ્યના એક દેશમાં પણ દ્રવ્યત્વ જાતિમાત્ર હોય છે. શું દેશથી પણ સર્વ દ્રવ્યનો આધાર કોઇ હોય છે? હા. કેમકે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યનો આધાર અવશ્ય સર્વ જીવલોક છે. અથવા ઉપોદઘાતની અંદર સામાયિકનાં સર્વ દ્રવ્યો વિષયપણે કહેલાં છે અને અહીં હેતુભૂત સર્વ દ્રવ્યોમાં સામાયિકનો લાભ થાય છે, એમ કહ્યું છે. કેમકે શ્રદ્ધેય, mય અને ક્રિયારૂપ હેતુવાળું સામાયિક છે અને સર્વ દ્રવ્યો પણ શ્રદ્ધેયાદિ રૂપે જ છે. અથવા કૃતકૃતાદિ તારોમાં પ્રથમ કર્તાવડે જે કરાય તે સામાયિક કાર્ય કહ્યું “કોણે કર્યું?” એ બીજા દ્વારમાં સામાયિકના કર્તા કહ્યા, અને “શામાં સામાયિક કરાય છે ?” એ ત્રીજા દ્વારમાં ત્રીજીને બદલે સાતમી વિભક્તિ કરીને કારણભૂત ક્યા દ્રવ્યો વડે સામાયિક કરાય છે? એમ જણાવીને કરણભાવ કહ્યો છે. તેથી ઉપોદ્ઘાતની સાથે પુનરૂક્તિ દોષ આવતો નથી. ૩૩૮૫ થી ૩૩૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586