Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 521
________________ પ૨૦] ભાવકરણનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ, અને વિષ્ટિ એ સાત ચરકરણ છે. પક્ષની તિથિઓને બમણી કરીને સાત ભાગે વહેંચતાં જે આવે તે કૃષ્ણપક્ષમાં દેવસિકરણ જાણવું, અને તેમાં એક રૂપ અધિક કરવાથી રાત્રિકરણ જાણવું. શુકલપક્ષમાં તિથિઓને બમણી કરીને બે બાદ કરવાથી દેવસિકરણ થાય અને તેમાં એક રૂપ અધિક કરવાથી રાત્રિકરણ જાણવું. શકુનિ, ચતુષ્પદ, નાગ, અને કિંતુદન એમ ચાર પ્રકારનું સ્થિરકરણ છે. કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ (સદા અવસ્થિત) શકુનિકરણ હોય છે, બાકીનાં ત્રણ અનુક્રમે અમાવસ્યાના દિવસે ચતુષ્પદ, રાત્રિએ નાગ, અને પ્રતિપદાના દિવસે કિસ્તુદન કરણ જાણવાં. ૩૩૪૬ થી ૩૩૫૦. હવે ભાવકરણનું સ્વરૂપ કહે છે : भावस्स व भावेण व भावे करणं च भावकरणं ति । तं जीवाजीवाणं पज्जायविसेसओ बहुहा ॥३३५१॥ अवरप्पओगजं जं अजीवरूवाइपज्जयावत्थं । तमजीवभावकरणं तप्पज्जायप्पणावेक्खं ॥३३५२॥ को दव्ववीससाकरणओ विसेसो इमस्स नणु भणियं । इह पज्जायावेक्खा दबट्ठियनयमयं तं च ॥३३५३॥ इह जीवभावकरणं सुयकरणं नो सुयाभिहाणं च । सुयकरणं दुवियप्पं लोइयं लोउत्तरं चेव ॥३३५४॥ बद्धाबद्धं च पुणो सत्यासत्थोवएसभेयाओ। एक्केक्कं सद्दनिसीहकरणभेयं मुणेयव्यं ॥३३५५॥ ગાથાર્થ :- ભાવનું કરણ, ભાવવડે કરણ, અથવા ભાવને વિષે કરણ તે ભાવકરણ છે. એ ભાવકરણ જીવ-અજીવના પર્યાયવિશેષથી બહુ પ્રકારનું છે. જે પરપ્રયોગ સિવાય થયેલ ઈન્દ્રધનુષાદિ અજીવના રૂપાદિ પર્યાયોની અવસ્થા તે તત્પર્યાય મુખ્યતાની અપેક્ષાએ અજીવભાવકરણ છે. દ્રવ્યવિસ્રસાકરણથી આનો શો ભેદ છે? એમ પૂછવામાં આવે, તો કહેલું જ છે કે અહીં પર્યાયની અપેક્ષાએ ભાવકરણ કહ્યું છે અને ત્યાં દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ તે માન્યું છે. જીવભાવકરણ બે પ્રકારે છે. શ્રુતજ્ઞાનભાવકરણ અને નોશ્રુતજ્ઞાનભાવકરણ. (શ્રુતજ્ઞાન સિવાયનાં બીજા જ્ઞાનો ગુરુપદેશાદિવડે કરાતા નથી, પણ તે સ્વતઃ થાય છે તેથી તેઓ જીવભાવ છતાં પણ અહીં કરણરૂપે નથી કહ્યા. એ જ પ્રમાણે સમ્યકત્વાદિ જીવાભાવો પણ એકાંતે પરાધીન નથી, તેથી તેને પણ કરણરૂપે નથી કહેલ.) શ્રુતજ્ઞાનકરણ બે પ્રકારે છે, લૌકિક અને લોકોત્તર. પુનઃ તે દરેક શાસ્ત્ર અને અશાસ્ત્રના ઉપદેશથી બદ્ધ તથા અબદ્ધ એમ બે પ્રકારે છે, વળી એ બદ્ધાબદ્ધ શબ્દકરણ અને નિશીથકરણ એમ પણ બે પ્રકારે જાણવું. ૩૩૫૧ થી ૩૩૫૫. હવે શબ્દકરણાદિ તથા નોશ્રુતકરણનું સ્વરૂપ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586