________________
ભાષાંતર] ઢક પ્રતિબોધિવ સુદર્શના.
[૨૭૧ રજા નહિ આપ્યા છતાં જમાલિ પાંચસો સાધુ સહિત ભગવંત પાસેથી અન્યત્ર વિહાર કરવા નિકળ્યો. જુદા જુદા ગામ-નગરે વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં સર્વ આવ્યા. ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કોષ્ટક નામના દૈત્યની અંદર સૌ ઉતર્યા. તે પછી ત્યાં કેટલાક દિવસે અન્નપ્રાન્ત આહાર વડે જમાલિને દાહજ્વર થયો. તેથી તે બેસવાને પણ અશક્ત થયો, એટલે તેણે બીજા મુનિઓને કહ્યું કે મારા માટે શીધ્ર સંથારો કરો, હું બેસી શકતો નથી. મુનિઓએ સંથારો કરવા માંડ્યો. દાહજ્વરથી પરાભૂત થયેલા જમાલિએ પુનઃ પૂછ્યું “અરે ! સંથારો પાથર્યો કે નહિ?” એ વખતે સંથારો કેટલોક પથરાયો હતો અને કેટલોક બાકી હતો, એટલે સાધુઓએ કહ્યું “સંથારો પાથર્યો.” આ ઉપરથી વેદના વડે વ્યાકુળ ચિત્તવાળો જમાલિ ઊઠીને સંથારામાં સુવાની ઇચ્છાથી ત્યાં ગયો. જઈને જુવે છે તો સંથારો અરધો પથરાયેલો અને અરધો બાકી હતો. તે જોઇને ક્રોધાયમાન થઇ મિથ્યાત્વના ઉદયથી, વિભાગ ન થઇ શકે તેવા સમયની અપેક્ષાએ કહેલ “યિમાં વૃત” એટલે “કરાતું હોય તે કર્યું” એ સિદ્ધાન્તનું વચન અસત્ય છે. એમ વિચારવા લાગ્યો. બીજા સ્થવિરોએ અનેક યુક્તિઓથી સમજાવવા માંડ્યો છતાં તે પ્રતિબોધ ન પામ્યો, એટલે તેઓ તેને તજીને ભગવંત પાસે ગયા, અને કેટલાક બીજા સાધુઓ તેની પાસે રહ્યા. તે વખતે સુદર્શના સાધ્વી પણ કુંભકાર ઢંક શ્રાવકને ઘેર હતી. તેણે જમાલિ ઉપરના અનુરાગને લઇને તેનો મત સ્વીકાર્યો, અને ટંક નામના શ્રાવકને પણ તે મત ગ્રહણ કરવા ઉપદેશ આપવા લાગી આથી ઢંક શ્રાવકે જાણ્યું કે આ સાધ્વી મિથ્યાત્વ પામી છે, તેથી તે આમ વિપરિત ઉપદેશ આપે છે, અવસર આવે અને કોઈ પણ રીતે ભગવંતના માર્ગમાં સ્થિર કરવી જોઇએ. એમ વિચારીને તેણે કહ્યું. “મારા જેવા એવું કંઈ ઝીણું ઝીણું સમજી શકે નહિ.”
એક વખત ઢક શ્રાવકે નિભાડામાં માટીનાં વાસણ પકવવા મૂકેલાં, તે ઊંચા-નીચાં કરતાં તેમાંનો એક અંગારો જાણી જોઈને ત્યાં નજીકમાં સ્વાધ્યાય કરતી સુદર્શના સાધ્વીના વસ્ત્ર પર નાંખ્યો, તેથી તેની સંઘાટીનો-વસ્ત્રનો છેડો સળગ્યો, આથી સાધ્વીએ કહ્યું, અરે શ્રાવક ! તે આ મારી સંઘાટી કેમ બાળી? તેના ઉત્તરમાં ઢંકે કહ્યું ઃ ક્યાં બાળી છે? હજી તો બળે છે. બળતું હોય તે બળ્યું કેમ કહેવાય? તમારો સિદ્ધાંત તો એવો છે કે “બળતું હોય તે બળ્યું ન કહેવાય.” એટલે તમારું વસ્ત્ર ક્યાં બળ્યું છે? ઈત્યાદિ યુક્તિવાળા વચનોથી સાધ્વી પ્રતિબોધ પામીને કહેવા લાગી, ખરેખર શ્રાવક! તે મને યોગ્ય માર્ગે પ્રેરી છે, મારી માન્યતા કેવળ અસત્ય છે. એમ કહીને મિથ્યાદુષ્કત આપીને જમાલિ પાસે ગઈ. તેને પોતાનો અભિપ્રાય જણાવ્યો. સમ્યગુ માર્ગમાં લાવવાને ઘણો સમજાવ્યો, પણ તે સમજ્યો નહિ, એટલે તે સાધ્વી પોતાના પરિવાર સહિત જમાલિને ત્યાં મૂકીને ભગવંત પાસે ગઇ. ને બાકી રહેલા સાધુઓએ પણ જમાલિને છોડી શ્રી મહાવીર મહારાજનો મત ફરીથી અંગીકાર કર્યો. જમાલિએ ઘણા લોકોને પોતાનો મત ગ્રહણ કરાવ્યો, તે પાપની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને જમાલિ કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયો. આ ચરિત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં વિસ્તારથી કહ્યું છે, માટે તે જાણવાની ઇચ્છાવાળાએ ત્યાથી જોઈ લેવું. જયેષ્ઠા-સુદર્શન અને અનવદ્યાગી એ ત્રણ નામ જમાલિની સ્ત્રીનાં જાણવાં, બીજા હે છે કે ભગવાનની મોટી બેન સુદર્શના હતી તેનો પુત્ર જમાલિ અને ભગવાનની પુત્રી અનવઘાંગી-જમાલિની સ્ત્રી. ૨૩૬-૨૩૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org