________________
ભાષાંતર] શકિવાદે શાન, તૃમિ વગેરેનો અસંભવ.
૨૯૭ હોય, તો સંતાન ન કહેવાયા. તથા જો પૂર્વનો અન્વય હોય, તો પૂર્વોત્તર ક્ષણની સમાનતા થાય, પણ સર્વથા વિનાશમાં તે સમાનતા ન થાય. અને જો સમાનતા થાય. તો સર્વથા નાશ ન સંભવે. સર્વથા નાશમાં પણ સમાનતા માનવી હોય, તો આકાશપુષ્પ સાથે પણ સમાનતા માનવી જોઈએ વળી નિરન્વય નાશમા, અન્યનાં વિનાશમાં જો અન્યની સમાનતા થતી હોય, તો રૈલોક્યની પણ સમાનતા થવી જોઇએ, એ સર્વ અસંબદ્ધ હોવાથી સમાનતા થાય એમ કહેવામાં આવે, તો તે સંબંધ પણ સર્વથા વિનાશમાં ક્યાંથી સંભવે ? ૨૩૯૭ થી ૨૪૦૦.
નારક વગેરેની ઉત્તરોત્તર સમાન ક્ષણોત્પત્તિ થાય છે, તેથી તે સમાન ક્ષણોત્પત્તિ વડે તે સમાન ક્ષણ સંતતિરૂપ સંતાન થાય છે, તે સંતાનની અપેક્ષાએ કથંચિત્ ધ્રૌવ્ય સિવાય પણ નારકાદિની પ્રથમ-દ્વિતીયાદિ સમય ઉત્પત્તિરૂપ વિશેષણ ઘટે છે. એમ જો તું કહેતો હો, તો તે અયોગ્ય છે, કારણ કે વસ્તુનો જ્યાં સર્વથા વિનાશ માનવામાં આવે છે, ત્યાં કયો સંતાન કોનો છે ? અને સમાનતા પણ કોની છે ? એટલે એ કથન જ સંબંધ વિનાનું છે. કારણ કે નિરન્વય નાશમાં નારકાદિના કોઈપણ ક્ષણો અવસ્થિત નથી રહેતા કે જેની અપેક્ષાએ આ એના સંતાન છે, અને આ એની સમાન છે, એમ કહી શકાય.
વળી જો સંતાન સંતાની થકી ભિન્ન ન હોય, પણ અભિન્ન હોય, તો તેને સંતાન ન કહી શકાય, કારણ કે સંતાનથી અભિન્ન હોવાને લીધે તે પણ ક્ષણિક સ્વરૂપવાળો જ થશે. અને જો સંતાનીથી સંતાન ભિન્ન હોય, તો તેને ક્ષણિક ન માનવો, કારણ કે તેને ભિન્ન માનવાથી અવસ્થિતપણું અંગીકાર કર્યું ગણાય છે. અને સંતાન ક્ષણિક માનવો હોય, તો સંતાનની જેમ તે સંતાન નહિ કહેવાય. એથી સંતાનના અભાવમાં કહેલા દોષો ત્યાં પણ આવશે. આ પ્રમાણે વસ્તુનો સર્વથા વિનાશ માનવામાં સંતાન ઘટી શકતો નથી.
વળી સમાનતા ક્યારે થાય? જો પૂર્વેક્ષણનો ઉત્તરક્ષણની સાથે કોઈ પણ રૂપે અય હોય, તો તે અન્વયમાં પૂર્વોત્તર ક્ષણની સમાનતા થાય; પરંતુ પૂર્વેક્ષણના સર્વથા નિરવ વિનાશમાં ઉત્તરક્ષણની સાથે સમાનતા ન થાય, અને જો એ ઉભયક્ષણની સમાનતા હોય, તો પૂર્વેક્ષણ અવસ્થિત હોવાથી સર્વથા તેનો વિનાશ ન હોવો જોઈએ. સર્વથા વિનાશમાં પણ તેની સમાનતા માનવામાં આવે, તો પછી સર્વથા અભાવરૂપ પૂર્વેક્ષણની સાથે સર્વથા અભાવરૂપ આકાશપુષ્પની પણ સમાનતા કેમ ન થાય ? કારણ કે સર્વથા અભાવરૂપતા ઉભયમાં સમાન છે.
વળી સર્વથા નિરન્વય વિનાશ માનવામાં આ પણ એક દોષ આવે છે-જેમ ઘટથી પટ સર્વથા ભિન્ન છે, તેમ ઉત્તરક્ષણથી પૂર્વેક્ષણ, અને પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણ સર્વથા ભિન્ન છે. હવે એ પ્રમાણે સર્વથા ભિન્ન એવી પૂર્વેક્ષણનો વિનાશ થયે, તેનાથી સર્વથા ભિન્ન એવી ઉત્તરક્ષણની જો સમાનતા થતી હોય, તો પછી તેનાથી રૈલોક્યની પણ સમાનતા તેની સાથે થવી જોઈએ. કારણ કે અન્વય રહિત ભિન્નતા સર્વત્ર સમાન હોય છે.
પ્રસ્તુત પૂર્વેક્ષણની સાથે રૈલોક્ય, દેશકાળાદિ વડે વ્યવહિત હોવાથી તેની સાથે અસંબદ્ધ હોવાને લીધે સમાનતા ન થાય, પરંતુ ઉત્તરક્ષણ તો પૂર્વેક્ષણની સાથે સંબંદ્ધ છે, એટલે તેની સમાનતા થઈ શકે. આમ કહેવામાં આવે, તો સર્વથા વિનાશમાં પૂર્વોત્તર ક્ષણનો સંબંધ પણ કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org