________________
૪૩૬]
નમસ્કારના સ્વામિત્વનો વિચાર.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
છે, તો પછી તે અર્થાતરરૂપ પૂજ્યનો છે એમ કેમ કહી શકાય ? અથવા અઘટમાન છતાં પણ વિવાદની ખાતર માની લઇએ કે ભલે જીવનો નમસ્કાર હો, પરંતુ જીવરહિત-અચેતન પ્રતિમાનો તે કેવી રીતે હોઇ શકે ? (ન જ હોઇ શકે.) એ જ પ્રમાણે શબ્દરૂપ અને ક્રિયારૂપ નમસ્કાર પણ શબ્દ કરનાર અને ક્રિયાવાન્ (નમસ્કાર કરનાર)ના ધર્મ છે, તે ધર્મ અન્ય દ્રવ્યમાં નહિ માટે પૂજ્યનો નમસ્કાર નથી. જો એ પ્રમાણે પૂજકે કરેલો નમસ્કાર પૂજ્યનો માનવામાં આવે તો, કૃતનાશ, અકૃતઆગમ, એકત્વ-અને સંકરાદિ ઘણા દોષો પ્રાપ્ત થાય. જેમ ગાયો અન્યત્ર છતાં
દેવદત્તની છે એમ કહેવાય છે, તેવી રીતે નમસ્કાર પૂજકને વિષે હોય, તો પણ સ્વામીભાવે અર્થાન્તરભૂત પૂજ્યનો નમસ્કાર માનવામાં શો દોષ છે ? (એમ કહેવામાં આવે તો) આ આનું છે એવો વ્યવહાર દ્રવ્યમાં કરી શકાય, પણ ગુણની અંદર ન કરી શકાય. કારણ કે પટનો શુક્લભાવ તે દેવદત્તનો ન કહી શકાય. (કેમકે એથી સાંકર્ય આદિ દોષો પ્રાપ્ત થાય.) ૨૮૮૧ થી ૨૮૮૬. ववाभावम्मि वि नणु सामित्तमणिवारियं चेव । अन्नाधाराणं पि हु सगुणाण व भोगभावाओ ।। २८८७ ।।
एवं पि न सो पुज्जरस तप्फलाभावओ परधणं व । जुत्तो फलभावाओ सधणं पिव पूजयंतस्स ॥ २८८८।। नणु पुज्जरसेव फलं दीसइ पूजा न पूजयंतरस । नावजीवितणओ तं तरस फलं जहा नभसो || २८८९ ।। न यदिट्ठफलत्थोऽयं जुत्तो पुज्जरस वोवगाराय । किंतु परिणामसुद्धी फलमिट्टं सा य पूजयओ ।।२८९० ।। कत्तुरहीणत्तणओ तम्मुणओ तप्फलोवभोगाओ ।
तरस खओवसमओ तज्जोगाओ य सो तस्स ।। २८९१ ॥
અન્ય આધારવાળા ગુણોનો એવા વ્યવહારનો અભાવ છતાં પણ સ્વગુણોની જેમ ભોગભાવથી તેનું સ્વામિત્વ નિવારી નહિ શકાય. (એમ કહેવામાં આવે તો) એ પ્રમાણે પણ પારકા ધનની જેમ તેનો તે નમસ્કાર ફળના અભાવે પૂજ્યનો નહિ કહેવાય; પરંતુ સ્વધનની જેમ ફળના સદ્ભાવથી પૂજકનો નમસ્કાર કહેવો યોગ્ય છે. પૂજારૂપ ફળ પૂજ્યને જ જણાય છે, પૂજકને નથી જણાતું એમ કહેવામાં આવે, તો આકાશની જેમ વીતરાગ અનુપજીવી હોવાથી તે ફળ તેમનું નથી. વળી નમસ્કાર દ્રષ્ટફળરૂપ પ્રયોજનવાળો નથી, અથવા પૂજ્યના ઉપકાર માટે પણ નથી; પરંતુ પરિણામની વિશુદ્ધિ એ નમસ્કારનું ફળ માન્યું છે, અને તે વિશુદ્ધિ પૂજકને જ થાય છે. નમસ્કાર કર્તાને આધીન હોવાથી તેના ગુણ હોવાથી તેના ફળના ઉપભોગથી, તેના ક્ષયોપશમથી અને તેના યોગથી તે નમસ્કાર પૂજકનો જ કહેવાય છે. ૨૮૮૭ થી ૨૮૯૦,
અન્ય આધારવાળા-પટાદિગત શુક્લાદિગુણો દેવદત્તના એવા વ્યવહારનો અભાવ છતાં પણ તેને તેનું સ્વામિત્વ નિવારી નહિ શકાય. કારણ કે જેમ પોતાના રૂપાદિ ગુણોનો ભોગવનાર દેવદત્ત પોતાના ગુણોનો સ્વામી છે, તેવી રીતે પોતાના વસ્ત્રના શુક્લાદિ ગુણો દેવદત્તવડે ભોગવાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org