________________
૩૫૬] આધાકર્મીની ત્યાજ્યા ત્યાજ્યતા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અનુક્રમે ચાર-પાંચ છ ને સાત દોષો આપે છે. માત્ર અબદ્ધિકના સંયોગે એક દોષ વધારીને કહેવું એટલે કે અબદ્ધિકસહિત ચારના સંયોગમાં પાંચ દોષ, પાંચના સંયોગમાં છ દોષ, છ ના સંયોગમાં સાત દોષ અને સાતના સંયોગમાં આઠ દોષ; કેમકે અબદ્ધિક નિદ્ધવ બે પદાર્થ વિપરીત માને છે. ૨૬૧૨ થી ર૬ ૧૫. હવે નિદ્વવોની માન્યતા સંસારનો હેતુ છે, કે મોક્ષનો હેતુ છે? તે કહે છે :(३६०) सत्तेया दिट्ठीओ जाइ-जरा-मरणगब्भवसहीणं ।
मूलं संसारस्स उ हवंति निग्गंथरूवेण ॥२६१६॥७८६॥ (३६१) पवयणनीहुयाणं जं तेसिं कारियं जहिं जत्थ ।
भज्जं परिहरणाए मूले तह उत्तरगुणे य ॥२६१७॥७८७॥ जत्थ विसेसं जणइ लोगो तेसिं च कुणइ भत्ताई।
तं कप्पइ साहूणं सामन्नकयं पुण अकप्पं ।।२६१८॥ નિર્ચન્વરૂપે એ સાતે નિહ્નવ દેષ્ટિઓ, જન્મ-જરા-મરણ અને ગર્ભના વાસરૂપ સંસારનું મૂળ (કારણ) છે, પ્રવચન તરફ બેદરકાર એવા તે નિદ્વવોને માટે જે કાળે જે ક્ષેત્રમાં આહારાદિ કરાવ્યા હોય, તે મૂળગુણ અને ઉત્તરગુણમાં પરિભોગવડે ભાજ્ય છે. એટલે કે જ્યારે લોક “આ નિધવ છે” એમ તેમનો તફાવત જાણે છે અને તે માટે આહારાદિ કરે છે, ત્યારે તે સાધુઓને કહ્યું છે, પણ સામાન્ય રીતે તેને માટે કરેલ આહારાદિ સાધુને કલ્પતા નથી. ર૬ ૧૬ થી ર૬૧૮. વિવેચન - પ્રભો ! નિહ્નવોની દૃષ્ટિ સંસારનો હેતુ છે, કે મોક્ષનો હેતુ છે ?
ગુરુ - એ સાતે નિદ્ભવ દર્શનો મોક્ષનો હેતુ નથી, પણ જન્મ-જરા-મરણ અને ગર્ભના સ્થાનરૂપ કેવળ સંસારનો જ મૂળ હેતુ છે. માત્ર તેઓ નિર્ગસ્થ વેશધારી જ છે, પણ યથાર્થ નિગ્રંથ નથી.
શિષ્ય - હે પ્રભો ! એ નિત્વો સાધુ ગણાય, અન્યદર્શની ગણાય, કે ગૃહસ્થ ગણાય ?
ગુરુ - હમણાં જ અમે કહ્યું છે, કે તેઓ કેવળ નિરૈન્યનો વેશ ધરનારા છે, યથાર્થ નિર્ચન્ય સાધુ નથી; કેમકે એ સાધુને માટે કરેલ આહારાદિ શેષ સાધુઓને કહ્યું નહિ. પરંતુ નિદ્વવોને માટે કરેલ આહારાદિમાં એમ નથી. કારણ કે જે ક્ષેત્રમાં જે કાળે નિદ્વવોને માટે કરેલાં આહારાદિ હોય તેનો ઉપભોગ વિકલ્પ થાય, એટલે કે કોઈ વખતે એ આહારાદિનો ત્યાગ કરાય અને કોઈ વખત ત્યાગ ન પણ કરાય. “આ નિતવો સાધુઓથી ભિન્ન છે” એમ લોકો જ્યારે ન જાણતા હોય, ત્યારે તે આહારાદિ ત્યાજ્ય છે, પરંતુ જ્યારે એમ જાણવામાં આવે કે આ નિહ્નવો ખરા સાધુ નથી ત્યારે તેમના માટે કરેલા આહારાદિ ત્યાજ્ય નથી આ પ્રમાણે મૂલગુણ સંબંધી આધાકર્માદિ અને ઉત્તર ગુણસંબંધી ક્રીત-કૃતાદિ આહાર વગેરે વિકલ્પ ભોગ્ય છે. માટે આ નિહ્નવો સાધુ ન કહેવાય, કેમકે તેમને માટે કરેલ આહારાદિ એકાંતે અકલ્પ નથી; વળી તે ગૃહસ્થો નથી, તેમ અન્યતીર્થીઓ પણ નથી, તેથી તેમને માટે કરેલ આહારાદિ સાધુને કથંચિત્ કથ્ય પણ છે, આથી તેઓ અવ્યક્ત સાધુ કહેવાય ૨૬ ૧૬ થી ૨૬ ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org